28 વર્ષની મહિલાના 130 પુરુષો સાથે રહ્યા છે સંબંધ, આ છે કારણ

PC: khabarchhe.com

એક 28 વર્ષની મહિલાએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે 130 પુરુષો સાથે સંબંધ બનાવી ચુકી છે. પરંતુ આટલા બાધા લોકો સાથે અફેર રાખવાના કારણે તેણે તેની શારીરિક અને માનસિકરીતે કિંમત પણ ચુકવવી પડી છે.

બ્રિટનમાં રહેતી ફ્રેન્કી કોન્સિડિનનું કહેવું છે કે, તેનું મગજ સામાન્યરીતે ત્યારે જ કામ કરે છે, જ્યારે તેને ખબર હોય કે આજે તે કોની સાથે સંબંધ બનાવવા જઈ રહી છે. જણાવી દઈએ કે, ફ્રેન્કી એક હેલ્થ કંડિશન સામે ઝઝૂમી રહી છે.

સામાન્યરીતે સેક્સ એડિક્શનને પુરુષોની સાથે જ જોડીને જોવામાં આવી છે, ત્યાં મહિલાઓ પણ તેનો શિકાર હોય છે. ડૉક્ટરોએ સેક્સ એડિક્શનને મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર તરીકે માન્યતા આપી છે. ફ્રેન્કી પણ સેક્સ એડિક્શન સામે ઝઝૂમી રહી છે. જણાવી દઈએ કે, ટાઈગર વુડ્સ, રસેલ બ્રેડ જેવી સેલિબ્રિટી પણ સેક્સ એડિક્શન સામે લડી ચુક્યા છે. બ્રિટનમાં એક અનુમાન અંતર્ગત 6 લાખ 60 હજાર મહિલાઓ સેક્સ એડિક્શનની સ્થિતિનો સામનો કરી રહી છે.

સેક્સ એડિક્શનથી પીડિત લોકોને ઘણી અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. ફ્રેન્કી તેને કારણે ડિપ્રેશન, ઘણી એસટીઆઈનો શિકાર પણ થઈ ચુકી છે. એક સંશોધન અનુસાર, બ્રિટનમાં 4 ટકા લોકો સેક્સ એડિક્ટ છે. તેમાંથી ચોથા ભાગની મહિલાઓ છે. સેક્સ એડિક્શન કયા કારણોસર થાય છે, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

આ અંગે ફ્રેન્કીએ જણાવ્યું હતું કે, તેના માતા-પિતાના છૂટાછેડા તેને માટે જવાબદાર હોઈ શકે છે. તે જ્યારે 13 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા એકબીજાથી અલગ થઈ ગયા હતા પછી કેન્સરના કારણે તેની માતાનું મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp