ગળામાં ચેન બાંધીને બનાવ્યા સંબંધ અને પછી મહિલાએ પ્રેમીનું માથું કાપી નાખ્યું

PC: news.com.au

નશો જીંદગીને તબાહ કરી નાખે છે પછી તે દારૂનો નશો હોય કે પછી ડ્રગ્સ કે અન્ય વસ્તુનો હોય. નશામાં વ્યક્તિ પોતાનું ભાન ભૂલી જાય છે અને પછી પોતે શું કરે છે તેનું ભાન પણ હોતું નથી. ક્યારેક નશામાં વ્યક્તિ કોઈકને ઢોર માર મારીને હત્યા પણ કરી નાખે છે તો ત્યારેક નશાના કારણે જીવ ગુમાવવો પણ પડે છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક મહિલાએ ડ્રગ્સના નશામાં પુરુષ સાથે પહેલા તો શારીરિક સંબંધ બનાવ્યા અને પછી તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ બધુ તેણે નશાની હાલતમાં કર્યું.

એક મહિલાએ શારીરિક સંબંધ બનાવ્યા બાદ પોતાના પાર્ટનરના ગળામાં લાગેલી ચેનથી તેનું ગળું દબાવી દીધું. મોત બાદ મહિલાએ પાર્ટનરના શરીરના ટુકડા કરી નાખ્યા. તેનું માથું ડોલમાં નાખી છોડી દીધું અને શહેરના બાકી ભાગને અલગ અલગ જગ્યાએ છુપાવી દીધા. આ પહેલા કપલે ડ્રગ્સ લીધું હતું અને નશામાં જ બંનેએ ગળામાં ચેન પણ બાંધી લીધી હતી. ચાલો તો આ આર્ટિકલમાં જોઈએ કે આખરે આ ઘટના ક્યાંની છે. આ ઘટના અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યની છે.

અહીં ગ્રીન બે શહેરની પોલીસે એક 24 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલાનું નામ ટેલર એસ છે. મહિલા પર જાણીજોઇને હત્યા કરવા, શવને ખરાબ રીતે નષ્ટ કરવા અને થર્ડ ડિગ્રી સેક્સુઅલ હેરેસમેન્ટનો કેસ દાખલ કર્યો છે. પોલીસને પીડિતનું શવ ગ્રીન બેનાં એક ઘરમાંથી મળ્યું હતું. ગુપ્ત પોલીસે કહ્યું કે છલ્લી વખત પીડિત સાથે જો નજરે પડી હતી. તો પોલીસે કહ્યું કે જ્યારે તેમણે મહિલાને પહેલી વખત જોઈ ત્યારે તેના કપડાં અને હાથ પર લોહી લાગેલું હતું.

મળેલી ફરિયાદના મુજબ જ્યારે પોલીસે ટેલરની ગાડીની તપાસ કરી તો તેમને પીડિતના પગ અને શરીરના બીજા કેટલાક ભાગ પણ મળ્યા. ઘટનાવાળી જગ્યા પર ડ્રગ્સનો ઉપયોગ અને લોહી સાફ કરવાના પુરાવા મળ્યા છે. જ્યારે પોલીસ ટેલરને પૂછ્યું કે શું થયું છે? આ સાવલના જવાબમાં મહિલાએ કહ્યું કે આ સારો સવાલ છે. ટેલરે પોલીસને કહ્યું કે તે નશામાં હતી. પોલીસનું માનવું છે કે મહિલાએ પીડિત સાથે મેથામફેટામાઇન નામનું ડ્રગ્સ લીધું હતું. ત્યારબાદ પીડિટે પોતાના ગળામાં ચેન બાંધી લીધી અને બંનેએ શારીરિક સંબંધ બનાવ્યા ત્યારબાદ મહિલાએ નશાના કારણે પાર્ટનરની હત્યા કરી નાખી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp