જન્મતાની સાથે જ મૃત્યુ પામશે બાળકી, ખબર હોવા છતા આ કારણોસર આપ્યો બાળકીને જન્મ

PC: oneindia.com

અમેરિકાની 23 વર્ષીય ક્રિસ્ટા ડેવિસની સ્ટોરી સાંભળીને તમે પણ તને સલામ કરશો. એવું એટલા માટે કારણ કે, ક્રિસ્ટા ડેવિસને ખબર હતી કે જે બાળકીને તે જન્મ આપવા જઈ રહી છે, તેની ઉંમર માત્ર 30 મિનિટ જ છે, છતા તેણે તેને જન્મ આપ્યો. જેથી તેના અંગોનું દાન કરી શકાય. જાણકારી અનુસાર, ક્રિસ્ટા ડેવિસને જ્યારે 18 અઠવાડિયાની પ્રેગનેન્સી હતી ક્યારે તેને જણાવવામાં આવ્યુ હતુ કે, તેની બાળકી નોર્મલ નથી. તેને દુર્લભ બીમારી અનેનસેફલી છે. આ બીમારી થતા બાળકનું મગજ અને ખોપડી સંપૂર્ણરીતે વિકસિત નથી થઈ શકતા. ડૉક્ટર્સે 23 વર્ષીય ક્રિસ્ટા અને તેના બોયફ્રેન્ડ ડેરેક લોવેટને આ અંગે જાણકારી આપી હતી. બંનેને ડૉક્ટરે જણાવ્યુ હતુ કે, બાળકી જન્મ બાદ 30 મિનિટથી વધુ જીવિત નહીં રહી શકશે.

ડૉક્ટરોએ ક્રિસ્ટાને બે વિકલ્પો આપ્યા હતા. તે અબૉર્શન કરાવી લે અથવા ગર્ભાવસ્થાના પૂરા સમય સુધી લઈ જાય અને બાળકને જન્મ આપે અને પછી તેના અંગોને દાન કરી શકે છે. ક્રિસ્ટાએ બીજો વિકલ્પ પસંદ કર્યો. તેમણે બાળકને ધરતી પર લાવવાનો નિર્ણય કર્યો, જેથી અન્ય શિશુઓને જીવવાની બીજી તક મળી શકે. ક્રિસ્ટાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે, આ સમાચાર સાંભળીને અમે અંદરથી તૂટી ગયા હતા. આ અગાઉ એકવાર મારું મિસકેરેજ થઈ ચુક્યુ હતુ. આ પ્રેગનેન્સીના સમયે પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા હતા. એવું લાગી રહ્યુ હતુ જ્યારે બધું જ છીનવાઈ ગયું.

ડૉક્ટરોની ટીમે અમને બે વિકલ્પો આપ્યા હતા. પહેલો- અમે તરત જ ગર્ભપાત કરાવી દઈએ. બીજો- બાળકને જન્મ આપીએ અને પછી બાળકના અંગો દાન કરી દઈએ. ડૉક્ટર્સએ જણાવ્યુ હતુ કે, જેવું બાળકને ગર્ભનાળથી અલગ કરવામાં આવશે, તેના જીવવાની સંભાવના ઓછી થઈ જશે. ડેવિસે જણાવ્યુ હતુ કે, અમે નક્કી કર્યું હતું કે, જો અમે અમારી દીકરીને ઘરે ન પણ લાવી શકીશું, તો પણ કોઈ અન્ય માએ આવી સ્થિતિમાંથી પસાર નહીં થવુ પડશે, જેમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ. બેબી રેલીનો જન્મ ક્રિસમસની આગલી સાંજે થયો હતો અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તે આ દુનિયાને અલવિદા કહી ગઈ. પરંતુ, બાળકી આશા કરતા ઘણા વધુ સમય સુધી જીવી હતી અને તેણે બીજા બાળકોને જીવનદાન આપ્યું. રેલીએ બે હાર્ટ વાલ્વ દાન કર્યા અને તેના ફેફસાનો ઉપયોગ અનુસંધાન અને વિકાસ માટે થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp