ડિવોર્સની વાત પર ખુંખાર બની ગઈ પત્ની, પતિને મારી તેલમાં તળ્યો પ્રાઈવેટ પાર્ટ

PC: aajtak.in

બ્રાઝિલમાં એક મહિલા પર આરોપ છે કે તેણે પોતાના પતિ સાથે ઝઘડો થયા પછી તેને મારી નાખ્યો છે અને તેણે તેના પતિના પ્રાઈવેટ પાર્ટને કાપીને તેલમાં તળી દીધો હતો. 33 વર્ષની ક્રિસ્ટીના રોડ્રિગેજ મશાડોની પોલીસે રપકડ કરી લીધી છે. ક્રિસ્ટીના બ્રાઝિલના શહેર સાઓ ગોનકાલોમાં પોતાના પતિ આન્દ્રેની સાથે રહેતી હતી. આ કપના ઘણી વખત ઝઘડાં થતા રહેતા હતા. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો તેમને ખબર પડી કે આન્દ્રેના પ્રાઈવેટ પાર્ટને એક ફ્રાઈંગ પેનમાં સોયાબીન ઓઈલની સાથે પકવી નાખવામાં આવ્યો હતો.

રિપોર્ટ્સ પ્રમાણે, આ કપલની વચ્ચે સંબંધને ખતમ કરવાને લઈને મગજમારી ચાલી રહી હતી. આ કપલ છેલ્લા 10 વર્ષોથી સાથે હતું અને બે વર્ષ માટે અલગ પણ થઈ ગયા હતા. પરંતુ થોડા સમય પછી આન્દ્રે અને ક્રિસ્ટીના ફરીથી એકસાથે રહેવા લાગ્યા હતા. પોલીસે આન્દ્રે અને ક્રિસ્ટીનાના ઘરમાંથી એક ચપ્પુ મળ્યું છે. આ કપલનો આઠ વર્ષનો પુત્ર પણ છે અને પાંચ વર્ષની છોકરી છે. આ બંને એક સાથે પિઝા શોપ ચલાવતા હતા. પોલીસના કહેવા પ્રમાણે, ક્રિસ્ટીનાએ સવારે 4 વાગે પોતાના પતિને મારી નાખ્યો હતો.

મહિલાના વકીલે આ અંગે કહ્યું છે કે ક્રિસ્ટીનાનો પતિ તેની સાથે સંબંધપણ ખતમ કરવા ઈચ્છતો ન હતો. તે ક્રિસ્ટીના માટે ઘણો ટોક્સિક બની ચૂક્યો હતો. તે કહેતો હતો કે જો તુ મારી સાથે નહીં રહે તો હું તને કોઈની સાથે રહેવા નહીં દઉં. વકીલે એ પણ કહ્યું હતું કે આન્દ્રે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો અને ક્રિસ્ટીનાએ સેલ્ફ ડિફેન્સમાં આ કમદ ભર્યુ છે. તેણે કહ્યું છે કે ક્રિસ્ટીનાને પોતાના કરવા પર પછતાવો છે અને તેણે કોઈ પણ વિરોધ કર્યા વગર પોલીસને આત્મસમર્પણ કરી દીધું છે. જ્યારે આન્દ્રેની બહેન એન્ડ્રીયા સેન્ટોસનું કહેવું હતું કે ક્રિસ્ટીનાએ તેના ભાઈની હત્યા એટલા માટે કરી હતી કે તેને શક હતો કે આન્દ્રે તેને ચીટ કરી રહ્યો છે. જ્યારે આ કપલના સંબંધીઓનું કહેવું છે કે આ કપલમાં ઘણી વખત ઝઘડો થતો રહેતો હતો.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp