દુનિયાના અમીરોને લાગ્યો મોટો ફટકો, આ કારણે ગુમાવ્યા 27 લાખ કરોડ રૂપિયા

PC: asiaone.com

પાછળા એક વર્ષમાં દુનિયાના અમીરોની સંપત્તિમાં 10 વર્ષમાં સૌથી મોટો ઘટાડો આવ્યો છે. રિપોર્ટ અનુસાર, અમીરોની સંપત્તિ લગભગ 27 લાખ રૂપિયા કરોડ ઘટીને 606.269 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ આંકડા દુનિયાની મોટી કંપની UBS અને PWCએ જાહેર કર્યા છે. બંને કંપનીઓ તરફથી બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં કહેવાયું છે, પોલિટિકલ અને ક્ષેત્રીય વિવાદોને કારણે શેર બજાર ડાઉન થયું છે. શેર બજાર નીચુ જવાને કારણે પહેલીવાર અમીરોની સંપત્તિમાં ઘટાડો થયો છે.

રિપોર્ટમાં કહેવાયું છે, સાઉથ ચીન જ્યાં, અમેરિકા પછી દુનિયાના સૌથી વધારે અમીરો રહે છે, તેમની સંપત્તિને નુકસાન થયું છે. ખાસ કરીને અમેરિકા અને ચીનની વચ્ચે થયેલા ટ્રેડ વોરને કારણે અબજોપતિઓને નુકસાન થયું છે. 2008 પછી પહેલીવાર 2018માં અબજોપતિઓની સંપત્તિ ઘટી છે.

  • ચીનના અમીરોની સંપત્તિમાં લગભગ 12.80 ટકાનો ઘટાડો થયો છે.
  • તે દરમ્યાન ચીનના વિકાસની ઝડપ પણ ધીમી થઈ છે.
  • કરન્સીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.
  • તેને કારણે સ્ટોક માર્કેટમાં અનિશ્ચિતતા વધી અને અમીરોની સંપત્તિ ઘટી છે.
  • રિપોર્ટ અનુસાર, આ પરિસ્થિતિઓમાં ચીન દર 2-2.5 દિવસોમાં એક અબજોપતિ પેદા કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp