બાળકીના પેટમાં મળ્યા 190 મેગ્નેટિક બોલ, ડૉક્ટર પણ રહી ગયા દંગ

PC: headtopics.com

ચીનમાં એક બાળકીની તબિયત ખરાબ થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યારે ડૉક્ટરોએ તેની તપાસ કરી તો તેમના હોશ ઉડી ગયા. તે પાંચ વર્ષની બાળકીના પેટમાંથી 190 મેગ્નેટિક બોલ (મોતી) નીકળ્યા છે, જેને રમવા દરમિયાન તે ગળી ગઈ હતી. બાળકીને પેટમાં દુઃખાવો થયા બાદ તેના માતા-પિતા તેને લઈને હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ડૉક્ટર પણ તે સમયે દંગ રહી ગયા જ્યારે તેમણે એક્સ-રેમાં બાળકીના પેટમાં ઘણા બધા મેગ્નેટિક બોલ (મોતીના આકારના) જોયા. આશરે બે મહિનાથી તે બાળકીના પેટમાં ફસાયેલા હતા.

બાળકીના માતા-પિતાએ ડૉક્ટરોને જણાવ્યું કે, તેમની દીકરી જ્યારે બે મહિના પહેલા રમકડાં સાથે રમી રહી હતી તે દરમિયાન આશરે 50 મેગ્નેટિક બોલ્સ ગળી ગઈ હતી, જેને બકીબોલ પણ કહેવામાં આવે છે. આવુ થયા છતા બાળકીના માતા-પિતાએ તેના પર વધુ ધ્યાન ના આપ્યું અને વિચાર્યું કે હોસ્પિટલમાંથી રિપોર્ટ આવ્યા બાદ આ નાના મેગ્નેટિક બોલ્સને બહાર કઢાવી લેવામાં આવશે. રિપોર્ટ અનુસાર, તે નાનકડી બાળકીને બકી બોલ ગળતા કોઈ અસુવિધા કે તકલીફ થઈ નહોતી. હોસ્પિટલે કહ્યું કે, બાળકીને અંતે ચેકઅપ માટે જિનાન હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

ત્યારબાદ બાળકીની માતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરતા બીજા પેરેન્ટ્સને આ રમકડાંની માળાને ગળી જવાના જોખમો પ્રત્યે સાવધાન કર્યા. ચીનના ડૉક્ટરોએ એક ઈમરજન્સી ઓપરેશન બાદ બાળકીના પેટમાંથી મેગ્નેટિક બોલ્સને બહાર કાઢી લીધા. ઓપરેશન દરમિયાન લેવામાં આવેલા ઘણા ફોટામાં દેખાઈ રહ્યું છે કે, કઈ રીતે સર્જને બાળકીના પેટમાંથી તે મેગ્નેટિક બોલ્સને બહાર કાઢ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp