વાયુ પ્રદૂષણ અને ટ્રાફિકના ઘોંઘાટથી વધે છે હાર્ટ ફેલ થવાનું જોખમ: સ્ટડી

PC: firstpost.com

વાયુ અને ધ્વનિ પ્રદૂષણની સ્વાસ્થ્ય પર થનારી અસરને લઈને ઘણી સ્ટડી થઈ ચૂકી છે. હવે એક નવી સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે જો તમે વર્ષો સુધી વાયુ પ્રદૂષણ અને ટ્રાફિકના ઘોંઘાટ વચ્ચે રહો છો તો બંને કારકોના કારણે હાર્ટ ફેલ થવાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને જો પહેલાથી ધુમ્રપાન કરતા હો અને હાઇ બ્લડ પ્રેશરના શિકાર હોવ તો તે જોખમ વધુ ગંભીર બની જાય છે. સ્ટડીનું આ તારણ જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિએશનમાં પ્રકાશિત થયું છે.

ડેનમાર્કની યુનિવર્સિટી ઓફ કૉપેનહેગનમાં સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગના પ્રોફેસર અને આ સ્ટડીના લેખક યુ-હી લિમોએ જણાવ્યું હતું કે અમારી સ્ટડીના આ તારણના આધાર પર લોકોમાં હાર્ટ ફેલ થવાના જોખમને ઓછું કરવા માટે ઉપરોક્ત કારકોને લઈને રણનીતિ બનાવવી જોઈએ જેથી તેની અસર ઓછી કરી શકાય. આ સ્ટડી ડેનમાર્કની નર્સો પર 15-20 વર્ષ સુધી કરવામાં આવી છે. તેના માટે સંશોધનકર્તાઓએ 22 હજારથી વધારે નર્સોનો ડેટા એકત્ર કર્યો હતો.

સ્ટડીમાં વર્ષ 1993 કે 1999મા સામેલ નર્સો પાસેથી પ્રશ્નાવલી ભરાવવામાં આવી હતી જેમાં તેમની બોડી માસ ઇંડેક્સ, જીવન શૈલી, ધુમ્રપાન, દારૂ પીવા, શારીરિક સક્રિયતા, ખાનપાન, પહેલાનું સ્વાસ્થ્ય અને કામકાજની સ્થિતિ બાબતે સવાલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2014 સુધી તેમના સ્વાસ્થ્યને લઈને સૂચનાઓ એકત્ર કરવામાં આવી, જેમાં હાર્ટ ફેલ થવાના કેસ પેર ફોકસ કરવામાં આવ્યું હતું. વાયું પ્રદૂષણનું સ્તર જાણવા માટે પાર્ટિક્યૂલેટ મેટર (PM) 2.5 તથા નાઇટ્રોજન ડાઈઓક્સાઇડનો વાર્ષિક એવરેજ લેવામાં આવ્યો હતો.

આ આંકડા સ્ટડીના સહભાગીઓના આવાસના ત્રણ કિલોમીટરના દાયરામાંથી એકત્ર કરવામાં આવ્યા હતા. સાથે જ ઘોંઘાટની તીવ્રતા પણ માપવામાં આવી હતી. સ્ટડીમાં જાણવા મળ્યું કે 3 વર્ષ સુધી ફાઇન પાર્ટિક્યૂલેટ મેટરમાં 5.1 યુઝી પ્રતિ ઘનમીટરની વૃદ્ધિથી હાર્ટ ફેલ થવાની ઘટનામાં 17 ટકાનો વધારો થયો છે. જ્યારે નાઇટ્રોજન ડાઈઓક્સાઇડમાં 8.6 યુઝી પ્રતિ ઘન મીટરની વૃદ્ધિથી હાર્ટ ફેલ થવાની ઘટના 10 ટકા વધી. તો ટ્રાફિકના ઘોંઘાટમાં 3 વર્ષમાં 9.3 ડેસિબલની વૃદ્ધિથી હાર્ટ ફેલ થવાની ઘટનાઓ 12 ટકા વધી. પાર્ટિક્યૂલેટ મેટરની એવી સ્થિતિમાં ધુમ્રપાન કરનારા લોકોમાં હાર્ટ ફેલ થવાનું જોખમ 72 ટકા વધારે હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp