રાજકોટમાં મુખ્યમંત્રી આવાસની લિફ્ટમાં ખામી સર્જાતા એક આધેડનું મોત

PC: youtube.com

રાજકોટમાં મુખ્યમંત્રી આવાસમાં સ્થાનિકોની સવલતો માટે મૂકવામાં આવેલી લિફ્ટ રહીસો માટે મોતની લિફ્ટ બની ગઈ છે. લિફ્ટમાં ખામી સર્જાતા વીર નર્મદ આવાસમાં મહેમાન બનીને આવેલા હસમુખ નાગરનું મોત થયું છે. મૃતકે જ્યારે પાંચમાં માળેથી નીચે આવવા માટે લિફ્ટનું બટન દબાવ્યું ત્યારે લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર હતી અને પાંચમાં માળના ડિસ્પ્લે બોર્ડમાં લિફ્ટ પાંચમાં માળે હોવાનું બતાવ્યું અને લિફ્ટના દરવાજા ખૂલી ગયા. દરવાજો ખૂલતાની સાથે લિફ્ટના બેસવા જતા હસમુખ નાગર પાંચમાં માળેથી નીચે પટકાયા હતા. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા હસમુખ નાગરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન હસમુખ નાગરનું મોત નીપજ્યું હતું.

ગોંડલ રોડ પર આવેલા વીર નર્મદ આવાસની લિફ્ટમાં અવાર નવાર આવી ઘટના બને છે. સ્થાનિકોએ આ મામલે લિફ્ટ સંચાલકોને અનેક રજૂઆત કરી છે પરંતુ સરકારી આવાસ યોજના હોવાના કારણે લિફ્ટની ફરિયાદ અંગે કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. લિફ્ટનું યોગ્ય રિપેરિંગ કામ સમયસર ન થવાના કારણે હસમુખ નાગરના મૃત્યુ પાછળ તંત્ર જવાબદાર હોવાના આક્ષેપો તેમના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp