સોમનાથ મહાદેવ સાયબર દર્શન માટે 10 કરોડ મુલાકાતી આવ્યા

PC: akshartours.com

સોશિયલ મીડિયામાં સોમનાથ મહાદેવના દર્શન 10 કરોડ વખત થયા છે. દર્શન, પૂજા વીડિયો અને અન્ય સેવાઓ વર્ષ 2015થી શરૂ કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવના વર્ષ 2018 દરમિયાન ફેસબૂકમાં 9.98 કરોડ વખત દર્શન લોકોએ કર્યા હતા. ટ્વીટરમાં સોનનાથ મહાદેવના દર્શન 80 લાખ વખત લોકોએ કર્યા હતા. ભાવિકોને સોમનાથ મહાદેવના દર્શન હાઈ રેઝોલ્યુશન ક્વોલિટીમાં થઈ શકે છે. 46 દેશમાં વસતા ભારતના લોકો આ સાઈટ પર મુલાકાત લે છે.

2017માં દોઢ કરોડ લોકોએ શ્રાવણ મહિનામાં સોશિયલ મીડિયા પર આવ્યા હતા

25 ઓગસ્ટ 2017 સુધીમાં દેશ-વિદેશના એક કરોડથી વધુ ભક્તોએ સોશિયલ મીડિયા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથમાં શ્રાવણ ઉત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓએ લાઇવદર્શન, ઓનલાઇન ડોનેશન, ગેસ્ટહાઉસ બુકિંગ, પૂજાવિધિ નોંધાવવા માટે ડિજિટલ સુવિધાનો મોટાપાયે ઉપયોગ કર્યો છે. આમ પૂરો શ્રાવણ મહિનો સોમનાથ મહાદેવ હવે સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા.

શ્રાવણ દરમિયાન વિશેષ શૃંગારના ફોટોગ્રાફ્સ તથા આરતીના ક્લીપીંગ્સ ફેસબૂક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ વિગેરે પર આ વખતે લોકોએ ડિજિટલ માધ્યમથી ટ્રસ્ટના સોશિયલમીડિયાના માધ્યમો દ્વારા શ્રાવણ માસ દરમિયાન 44 દેશોમાં 1.50 કરોડ લોકોએ ભગવાન સોમનાથના દર્શન કર્યા તેમજ શ્રાવણના વિશેષ શૃંગારના અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે તેની સામે સોમનાથ આવેલાં કૂલ દર્શનાર્થીઓ 25 લાખથી વધારે ન હતા. છેલ્લા બે વર્ષનો વિકાસ જોતા આવતા વર્ષે આ સંખ્યા 10 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા સોશિયલ મીડિયા નિષ્ણાતો બતાવી રહ્યા છે.

ફેસબૂક ઉપર 1,40,25,577 (એક કરોડ ચાલીસ લાખ) જેટલા ભક્તોએ દુનિયાભરમાંથી મહાદેવના દર્શન કર્યા હતા. જેમાં અમેરીકા 89,370, આરબ અમીરાત 89,370, કેનેડામાં 19,525, સાઉદી અરેબીયામાં 19,406, ઓસ્ટ્રેલિયામાં 16,997, પાકિસ્તાન 5,696 લોકોએ દર્શન કર્યા હતા. ભારતના મુખ્ય શહેરોમાં અમદાવાદમાંથી 10 લાખ, મુંબઇ 1.86 લાખ, દિલ્હી 1.62 લાખ લોકો જોડાયા હતા. ટ્વીટરમાં 4,87,494 લોકો પ્રભાવિત (ઇમ્પ્રેસ) થયા હતા. 45,486 લોકો સીધા જોડાયા હતા. ઇન્સ્ટાગ્રામમાં 30,000થી વધુ ભક્તોએ શ્રાવણ દરમિયાન દર્શન કર્યા હતા.

એન્ડ્રોઇડ પ્લેસ્ટોર અને એપ્પલ સ્ટોર પર ઉપલબ્ધ સોમનાથ યાત્રા એપ 30 દેશોમાં 4,000 જેટલા યુઝર્સ નવા જોડાયા હતા, તેમજ 2.28 લાખ વખત આ એપનો વપરાશ કરવામાં આવ્યો હતો. લાઇવ દર્શન પણ શ્રાવણના છેલ્લા અઠવાડિયામાં શરૂ કરતા બહોળી સંખ્યામાં ભક્તો એપના માધ્યમથી લાઇવ દર્શન કરી શક્યા હતા. આમ 2017થી સોમનાથ પોપ્યુલર થઈ રહ્યું હતું.

શ્રાવણ માસ પર્યન્ત ભક્તોએ વિવિધ ગેસ્ટહાઉસો તેમજ પૂજાવિધિ ડોનેશન ઇન્ટરનેટ તેમજ સ્વાઇપ કાર્ડના માધ્યમથી 89,14,397નુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલું હતુ. સોમનાથમાં શરૂ કરવામાં આવેલા ડિજિટલ લોકરનો ઉપયોગ શ્રાવણમાં 15,000 જેટલા લોકોએ કરેલો હતો. ભવિષ્યમાં લોકોને વધુમાં વધુ ડિજિટલ પેમેન્ટ સેવા મળે તે માટે સોમનાથ યાત્રા એપ, ટ્રસ્ટની વેબસાઇટ તથા ઓનલાઇન વોલેટ જેવી સુવિધા સેવા શરૂ કરવા કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે ટૂંક સમયમાં શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp