જાણો 10 ફેલ યુવાને એવું તે શું કર્યું કે સાઈબર ક્રાઈમ પણ ચોંકી ગઈ

PC: Zeenews.india.com

અત્યારના ઈન્ટરનેટના યુગમાં લોકોને પોતાની ઓળખાણ છુપાવવી અઘરી બની ગઈ છે. લોકો સોશિયલ મીડિયાનો વધારેમાં વધારે ઉપયોગ કરે છે. ત્યારે તેના દુરુપયોગ દ્વારા લોકોને બ્લેકમેલ કરવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે. આવો જ એક કિસ્સો મહેસાણામાં પ્રકાશમાં આવ્યો છે. મહંમદ જિલાની નામના 10 ધોરણ ફેલ શખ્સે જયપાલસિંહ નામના યુવકનુ ઈન્સ્ટા-ફેસબુક હેક કર્યુ હતુ.

માહિતી મુજબ રાજકોટના જયપાલસિંહ મૂળરાજસિંહ રાણાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનુ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કોઈએ હેક કર્યું છે. તેની પ્રોફાઈલમાં પણ અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમે આ અંગે શોધખોળ કરતા હેક કરનાર વ્યક્તિને પકડી પાડ્યો હતો. અને એ બીજુ કોઈ નહી પણ મહેસાણાના ખાભર ગામનો આ 10 ફેલ મહંમદ જિલાની જ હતો. પોલીસ પણ તેને જોઈને ચોંકી ઉઠી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે, આરોપી મોહંમદના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અનેક એકાઉન્ટ છે. એણે અત્યાર સુધી અનેક અકાઉન્ટ હેક કર્યા છે. મોહંમદ જે યુઝરના લાઈક અને ફોલોવર્સ વધારે હોય તેમના અકાઉન્ટ ચેક કરતો હતો. જયપાલસિંહના એકાઉન્ટમાં લાઈક અને ફોલોઅર્સ વધારે હોવાથી તેણે તેના બંને એકાઉન્ટ હેક કર્યા હતા.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. કેમ કે ટેક્નોલોજીના યુગમાં લોકોના વ્યક્તિગત ડેટા સાથે કોઈ પણ રીતે ચેડા થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp