રાજસ્થાનના બિકાનેરમાં બસ અને ટ્રકનો અકસ્માત, 10ના મોત

PC: youtube.com

17 નવેમ્બરના રોજ રાજસ્થાનના બિકાનેરમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, 10 પેસેન્જરોના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા અને 20 લોકો દાઝ્યા હોવાના કારણે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર, એક ખાનગી બસ 17 નવેમ્બરના રોજ સવારના 6થી 6:30 વાગ્યાની આસપાસ બિકાનેરથી જયપુર રવાના થઇ હતી અને તે પછીના એક કલાકના સમયમાં બસ શ્રીડૂંગરગઢ વિસ્તારમાં સામેથી આવી રહેલા ટ્રકની સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રક બસની અંદર ઘૂસી ગયો હતો અને બસમાં સ્પાર્ક થવાના કારણે અચાનક બસમાં આગ લાગી ગઈ હતી. બસના મુસાફરો કંઈ સમજે તે પહેલા જ બસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પેસેન્જરો ગમે તેમ પોતાનો જીવ બચાવીને બસની બહાર નીકળ્યા હતા, પરંતુ 20 જેટલા પેસેન્જરો આ ઘટનામાં દાઝી ગયા હતા. તેથી તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બસ અકસ્માતની ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને બસમાં લાગેલી આગને ઓલવવા માટે ટ્યુબવેલમાંથી પાણીનો મારો બસ પર ચલાવ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, આ ઘટનામાં સ્થળ પર જ દસ લોકોના મોત નીપજ્યા હતા અને આ દસ લોકોમાં ચાર લોકો એક જ પરિવારના હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે અકસ્માત થવાનું પ્રાથમિક કારણ વધારે ધુમ્મસ હોવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp