ઈઝરાયલને નષ્ટ કરતા અમને 12 મિનીટ જેટલો પણ સમય નહીં લાગેઃ પાકિસ્તાન

PC: tribune.com.pk

પાકિસ્તાન ઈઝરાયલને 12 મિનીટની અંદર નષ્ટ કરી શકે છે. પાકિસ્તાની આર્મીમાં સ્ટાફ કમિટીના જોઈન્ટ ચીફ ઓફિસર જનરલ ઝુબેર મગેમૂદ હયાતે આવો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, જો ઈઝારયલ પાકિસ્તાનની જમીન પર હુમલો કરવાની કોશિશ કરસે તો, અમે 12 મિનીટમાં જ યહૂદીઓના શાસને ઉખાડી દેશું.

જનરલ ઝુબેર મહેમૂદ હયાતે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, તેઓ યહૂદીના વિરોધી નથી, પરંતુ પાકિસ્તાનની સીમાઓની રક્ષાને લઈને ચિંતિત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગૉહવે સમય આવી ગયો છે કે બીજા દેશો અંગે વિચારવાનું છોડીને પાકિસ્તાન પોતાના વિશે વિચારે. પાકિસ્તાને પોતાના વર્તનમાં બદલાવ કરવાની જરૂર છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમણે કહ્યું હતું કે, હું આ વાતને સ્વીકારતો નથી કે યહૂદી પાકિસ્તાનનું દુશ્મન છે. નફરતથી માત્ર નફરત ઉદ્દભવે છે, પ્રેમ નહીં. આ માનવાધિકાર માટે અમારો સંઘર્ષ છે. જ્યારે માનવાધિકારની વાત થાય છે, તો પાકિસ્તાન પણ તેમાં સામેલ થાય છે. પરંતુ તેમાં એક મુશ્કેલી છે. ઈઝરાયલની સાથે પાકિસ્તાન સાથે આવી શકતું નથી. પાકિસ્તાનની ઈમેજ બાહરી રીતે સુધારવા માટે કદાચ પહેલા અમારે જાતે પોતાનામાં બદલાવ કરવા પર ધ્યાન આપવું જોઈએ અને ચિંતા કરવી જોઈએ કે બીજાની સામે અમારી ઈમેજ શું છે.

વર્ષોથી ઈઝરાયલનો પાકિસ્તાન સાથેનો વિશ્વાસ મજબૂત નથી. ઈઝરાયલ પણ માને છે કે બધી ફિલિસ્તીની આતંકવાદી છે. ઈઝરાયલ ઈસ્લામિક કટ્ટરપંથીઓ અને આત્મઘાતી હુમલાખોરોથી પોતાના નાગરિકની રક્ષા કરે છે પરંતુ વાસ્તિવકતા એકદમ અલગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp