અગ્નિવીર ભરતી રેલીમાં નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરતા 14 ઉમેદવાર પકડાયા

PC: hindi.news18.com

હિસારમાં 'અગ્નિપથ યોજના' હેઠળ અગ્નિવીર ભરતી રેલીના દરમિયાન ઉમેદવારો દ્વારા કથિત રૂપથી નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાના 14 મામલાઓ સામે આવ્યા છે. એક ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, શુક્રવારે આ મામલાની જાણ થઇ, કહેવામાં આવ્યું કે, ઉમેદવારોએ નકલી અથવા છેતરપિંડી કરેલા એડમિટ કાર્ડનો ઉપયોગ કરીને ભરતી અભિયાનમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભરતી પ્રક્રિયામાં સખત સતર્કતા અને પારદર્શિતાના કારણે આ મામલાઓ પકડાઈ રહ્યા છે અને આવા છેતરપિંડી કરતા યુવાનો વિરુદ્ધ સખત કાર્યવાહી શરૂ કરવામાં આવશે. હિસારમાં અગ્નિપથ યોજના હેઠળ 12 ઓગસ્ટથી શરૂ થયેલી ભરતી રેલીમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લઇ રહ્યા છે.

શુક્રવારે સવારે જ્યારે ભરતી પ્રક્રિયા શરૂ થઇ તો, તમામ ઉમેદવારોએ એડમિટ કાર્ડ પર બાર કોડિંગ સ્કેન કરવામાં આવી હતી, આધાર કાર્ડ બાયોમેટ્રિક લિંક છે, જ્યારે સ્કેન કરવામાં આવ્યું તો આ છેતરપિંડીની જાણ થઇ. 14 ઉમેદવારો નકલી મળ્યા. તમામ ફતેહાબાદના છે, બધાએ કોમ્પ્યુટરની મદદથી એડમિટ કાર્ડ ક્રોપ કરીને છેતરપિંડી કરી હતી. 14 ઉમેદવારો પકડાતા જ બધાએ કડક રીતે પૂછપરછ કરવામાં આવી તો ભવિષ્ય ખરાબ થવાની વાત કરવા લાગ્યા, તે ગરીબ ઘરોમાંથી છે, એટલે જ રોજગાર મેળવવા માટે તેમને આવી કરતૂત કરી. અધિકારીઓએ બધાનો એડ્રેસ લખીને, તેમને સ્થાયી રૂપથી અયોગ્ય ગણાવ્યા છે અને ચેતવણી આપી.

સમગ્ર દેશમાં અંદાજે 23 લાખ યુવાઓએ આ સૈન્ય ભરતી યોજના માટે રજિસ્ટ્રેશન કર્યું છે. માહિતી અનુસાર, ભારતીય સેનાની સમગ્ર દેશમાં કુલ 85 ભરતી રેલીઓ થશે. અંબાલા રેન્જમાં કુલ 8 ભરતી રેલી કરશે, જેમાંથી એક મહિલાઓ માટે અલગથી રહેશે. ફર્સ્ટ બેન્ચ અભ્યાર્થીઓનો રિટર્ન ટેસ્ટ 16 ઓક્ટોબરે લેવામાં આવશે.

આના પહેલા 'અગ્નિપથ યોજના' ની જાહેરાત બાદ આના વિરુદ્ધ દેશભરના અનેક ભાગોમાં હિંસક પ્રદર્શન થયા હતા. યુવા 'અગ્નિપથ યોજના' નો વિરોધ કરી રહયા હતા, પણ હવે હજારો લોકો સેનામાં અગ્નિવીરની ભૂમિકા નિભાવવા માટે 'અગ્નિપથ ભરતી યોજના' માં ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp