ભીષણ આગમાંથી કૂદકો માર્યો તો પણ રામનો વાળ પણ વાંકો ન થયો

PC: hindi.news18.com

સુરતના સરથાણામાં તક્ષશિલા કોમ્પલેક્ષમાં આગ લાગવાથી 23 બાળકોના મોત થયા હતા. શુક્રવારે જ્યારે આગ લાગી એ સમયે ત્યાં કોચિંગ ક્લાસ ચાલી રહ્યો હતો. કહેવાય છે કે એ સમયે 30થી વધારે બાળકો ફસાયેલા હતા. આ ટ્યુશન ક્લાસમાં એ સમયે 14 વર્ષીય રામ વાઘાણી પણ અન્ય બાળકોની સાથે ફસાયો હતો. આગ વધતી જોઇ અને ફાયર વિભાગ તરફથી કોઇ મદદ ન મળતાં રામ વાઘાણીએ જ્યારે પોતાની શિક્ષિકાને ભાગતા જોઇ તો તે પણ તેમની પાઠળ ભાગ્યો, પરંતુ ત્યારબાદ શિક્ષિકા દેખાયા નહીં તો તેને ત્રીજા માળેથી નીચે ઝંપલાવી દીધું હતું. ત્રીજા માળેથી કૂદી પડ્યો હતો. નીચે લોકોએ તેને આબાદ ઝીલી લેતા રામનો વાળ પણ વાંકો થયો ન હતો.

રામ જે વખતે કુદયો એ સમયે નીચે લોકો ભેગા થઇને બાળકોને બચાવવાં માટેના પ્રયાસ કરી રહ્યાં હતા. રામ વાઘાણી કૂદતાં જ નીચે ઉભેલા લોકોએ તેને પકડી લીધો હતો. રામ જ્યારે કુદયો એ સમયે તેને બંને તરફ તો મોત જ દેખાતું હતું. એક તરફ આગની લપેટો તેની પાસેથી પસાર થઇ રહી હતી તો નીચે પડીને પણ મોતનો ભય હતો. એ સમયે રામે નીચે કૂદી જવાનો નિર્ણય કર્યો. રામનો આ નિર્ણય તેના માટે વરદાનરૂપ સાબિત થયો અને તેનો જીવ બચી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે આ આગની ઘટનામાં નીચે કૂદી પડવાને લીધે પણ 5 બાળકોના જીવ ગયા હતા અને અન્ય બાળકોને નાની-મોટી ઇજાઓ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp