ભારતીયો વીઝા વગર ફરી શકશે દુનિયાના આ 16 દેશ, રાજ્યસભામાં સરકારની સ્પષ્ટતા

PC: imagevars.gulfnews.com

વિદેશ યાત્રા કરવાનું પ્લાનિંગ કરતા લોકો માટે સરકારે એક સરસ સમાચાર આપ્યા છે. રાજ્યસભામાં સરકારે સ્પષ્ટતા કરી હતી કે, દુનિયામાં 16 એવા દેશ છે જ્યાં પ્રવાસ કરવા માટે ભારતીય પાસપોર્ટ ધારકોને વીઝાની જરૂર રહેતી નથી. આ દેશની યાદીમાં નેપાળ, માલદીવ, ભૂતાન, મોરેશિયસ જેવા મોટા દેશનો સમવાશે થાય છે.

વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને રાજ્યસભામાં આ જાણકારી આપી હતી. રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં લેખિત રજૂઆત કરતા વિદેશ રાજ્યમંત્રી મુરલીધરને જણાવ્યું હતું કે, 43 દેશ એવા છે જે વીઝા ઓન અરાઈવલની સુવિધા આપે છે. 36 દેશ એવા છે જે ભારતીય પાસપોર્ટ ધારકોને ઈ વીઝાની સુવિધા આપી રહ્યા છે. આ તમામ દેશમાં પ્રવાસ-ફરવા માટે કોઈ વીઝાની જરૂર નથી. બારબાડોસ, ભૂતાન, ડુમિનિકા, ગ્રેનાડા,હૈતી, હોંગકોંગ, માલદીવ્સ, મોરેશિયસ, મોન્ટસેરાટ, નેપાળ, ન્યુ દ્વીપ, સમોઆ, સેનેગલ, ત્રિનિદાદ- ટોબાગો,સેન્ટ વિન્સેન્ટ, સર્બિયા આ તમામ દેશ એવા છે જ્યાં ભારતીયોને કોઈ વીઝાની જરૂર નહીં પડે.

કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર ઈરાન, ઈન્ડોનેશિયા અને મ્યાનમાર જેવા દેશ વીઝા ઓન અરાઈવલની સુવિધા આપે છે. જ્યારે શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને મલેશિયાએ 26 દેશનો સમુહ છે એમની પાસે ઈ-વીઝાની સુવિધા છે. મંત્રીએ ઉમેર્યું કે, સરકાર આંતરરાષ્ટ્રીય યાત્રાને સરળ બનાવવા માટેના હેતુંથી ભારતીયોને વીઝામુક્ત યાત્રા, વીઝા ઓન અરાઈવલ અને ઈ વીઝાની સુવિધા આપતા દેશની સંખ્યા વધારવા માટે પ્રયત્નો કરી રહી છે.

ખાસ કરીને જે લોકો પ્રથમ વખત વિદેશ યાત્રા કરે છે એમના માટે આ માહિતી ખૂબ ઉપયોગી સાબિત થશે. આમાંથી ઘણા એવા દેશ છે જ્યાં બેસ્ટ ડેસ્ટિનેશન આવેલા છે. દુનિયાભરના પ્રવાસીઓ એને જોવા-જાણવા માટે આવતા હોય છે. કોવિડની મહામારી બાદ આ નિર્ણયથી ભારતીય પ્રવાસીઓનો વિદેશ પ્રવાસ વધે એવી શક્યતાઓ સેવાય રહી છે. આ સિવાય પણ જેમ જેમ અન્ય વિદેશ દેશ સાથે મંત્રણાઓ થતી રહેશે એમ યાદી લાંબી થતી રહેશે.

જોકે, કોરોના વાયરસને કારણે અન્ય દેશમાં થતા પ્રવાસ પર મોટી બ્રેક લાગી છે જ્યારે ભારતમાં આંતર રાજ્ય પરિવહન વધ્યું છે. એર ટ્રાવેલિંગને સૌથી સુરક્ષિત મનાતા એરપોર્ટથી લઈને પ્રવાસીઓના અરાઈવલ સુધી સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp