ગાડી ટચ થવા પર 90 સેકન્ડમાં લગાવી 17 થપ્પડ, મહિલાએ ઇ-રિક્ષાવાળાનો મોબાઈલ અને..

PC: khabarchhe.com

ઉત્તર પ્રદેશના નોએડામાં એક મહિલાએ ઇ-રિક્ષા ચાલકને માત્ર એટલે નિર્દયી માર માર્યો કેમ કે તેની રિક્ષા મહિલાની કારને ટચ થઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલી મહિલાએ ઇ-રિક્ષા ચાલક ડ્રાઇવરને રોક્યો અને શર્ટ પકડીને તેને કાર પાસે લઈ ગઈ અને પછી તેને એક પછી એક થપ્પડ મારતી રહી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવ રહ્યું છે કે મહિલાએ 90 સેકન્ડની અંદર ઇ-રિક્ષા ચાલકને ખુલ્લેઆમ 17 વખત થપ્પડ મારી. ત્યાં ઘણા લોકો ઉપસ્થિત હતા, પરંતુ કોઈએ પણ મહિલાને રોકવાનો પ્રયત્ન ન કર્યો.

આ દરમિયાન ઇ-રિક્ષા ચાલક મહિલાને કશું જ બોલતો નથી. બસ તેનાથી માર ખાતો રહે છે. એટલું જ નહીં, પીડિત પાસેથી મહિલાએ પૈસા અને મોબાઈલ પણ લઈ લીધા. કહેવામાં આવી રહ્યું છે કે ઇ-રિક્ષા ચાલકને એ પ્રકારે થપ્પડ મારનારી મહિલા ભારતીય જનતા પાર્ટી (BJP)ની મહિલા મોરચાની સભ્ય છે. તો કેટલાક લોકો તેનો વીડિયો બનાવતા નજરે પડ્યા. અહીં ઉપસ્થિત કોઈ વ્યક્તિએ આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો, જે હવે વાયરલ થઈ ચૂક્યો છે.

સોશિયલ મીડિયા પર જ્યારે આ વીડિયો વાયરલ થયો તો લોકોએ મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી. પોલીસે ઇ-રિક્ષા ચાલકની ફરિયાદના આધાર પર FIR નોંધી લીધી છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે. નોએડા પોલીસે ટ્વીટ કરીને જાણકારી આપતા કહ્યું કે, ‘આ પ્રકરણમાં ઇ-રિક્ષા ચાલકની ફરિયાદ પર તાત્કાલિન પોલીસ સ્ટેશન ફેઝ-2 પોલીસ દ્વારા મહિલાને પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી તથા રિક્ષા ચાલકની ફરિયાદના આધાર પર મહિલા વિરુદ્ધ પોલીસ સ્ટેશન ફેઝ-2 નોએડા પર અભિયોગ રજિસ્ટર્ડ કરવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી ચાલી રહી છે.

આ પહેલા ભાજપના નેતા શ્રીકાંત ત્યાગીનો કેસ સામે આવ્યો હતો. નોએડા સેક્ટર 93-B સ્થિત ગ્રેન્ડ ઓમેક્સ સોસાયટીની રહેવાસી મહિલાએ સોસાયટીના નિયમોનું ઉલ્લંઘનનો સંદર્ભ આપતા શ્રીકાંત ત્યાગી દ્વારા કેટલાક વૃક્ષ લગાવવા પર આપત્તિ દર્શાવી હતી, ત્યારબાદ ત્યાગીએ મહિલા સાથે કથિત રીતે અભદ્ર વર્તન કર્યું અને તેણે ધક્કો પણ આપ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. પોલીસે મંગળવારે ત્યાગીની મેરઠથી ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp