સ્મૃતિ ઈરાનીને યાદ આવ્યા જૂનાં દિવસો, શેર કર્યો 18 વર્ષ જૂનો ફોટો

PC: youtube.com

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હાલમાં રાજકીય જીવનમાં વ્યસ્ત છે પરંતુ સ્મૃતિ ઈરાનીને ઓળખતા લોકો આજે પણ તેમને નાના પરદાની એક સમયની ખૂબ લોકપ્રિય એક્ટ્રેસ તુલસી તરીકે પસંદ કરે છે. સ્મૃતિ ઈરાનીએ હાલમાં પોતાના એ જૂનાં દિવસોને યાદ કર્યા હતા. તેમણે 18 વર્ષ પહેલાં કરેલા ટીવી શોનો એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે કેવી રીતે આ સિરિયલે તેમની જિંદગી બદલી નાંખી છે.

તેમણે ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે 'જે એ સમયે જ્યારે મને કોઈ તક નહીં આપતું હતું ત્યારે તમે મારામાં વિશ્વાસ બતાવ્યો.' તેમણે 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી' સિરિયલના ફેનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

વાસ્તવમાં આ પોસ્ટમાં સ્મૃતિ ઈરાની ટેલીવિઝન ક્વીન એકતા કપૂરની વાત કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાની અને એકતા કપૂર ખૂબ સારા મિત્ર છે. એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી સિરિયલ 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી' દ્વારા સ્મૃતિ ઈરાનીએ પોતાની ઓળખ ઊભી કરી હતી.

થોડાં સમય પહેલાં એકતા કપૂરે પણ સ્મૃતિ ઈરાની સાથેનો એક ફોટો શેર કર્યો હતો જેમાં લખ્યું હતું કે કેટલાંક લોકો ઉંમરની સાથે વધુ સારા બની જાય છે. પરંતુ અમે હજી ઘરડાં નથી થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp