પિકનિક મનાવવા ગયેલા બાળકને મળ્યા 2 કરોડ રૂપિયા, જાણો પછી શું થયું

PC: dnaindia.com

પિકનિક મનાવી રહેલા બાળકોને એક પાર્કમાં સફેદ રંગની બેગમાં 2 કરોડ રૂપિયા મળ્યા. પરંતુ, જ્યારે આખી ઘટનાનું સત્ય સામે આવ્યું તો બીજી જ પળે કરોડપતિ બનવાની ખુશી ગાયબ થઈ ગઈ. વાત જાણે એમ છે કે, હરિયાણાના પાનીપત સ્થિત દેવીલાલ પાર્કમાં પિકનિક મનાવી રહેલા સ્કૂલના બાળકોને એક ખાડામાં સફેદ રંગની બેગમાં 2 કરોડ રૂપિયા મળ્યા. પિત્ઝા બોક્સમાં 5 પિસ્તોલ અને એક ક્રોસ કરેલો ફોટો મળ્યો. બધી જ નોટ 2-2 હજારની હતી. આરોપ છે કે, બાળકોને ડરાવી-ધમકાવીને સ્કૂલ પ્રિન્સિપલે નોટોથી ભરેલી બેગ અને પિસ્તોલ પોતાની ગાડીમાં મૂકાવી દીધા.

બાળકોના પરિવારજનોની ફરિયાદ પર પોલીસ મામલાની તપાસ કરી રહી છે. આશંકા જતાવવામાં આવી રહી છે કે, શહેરના મોટા વેપારીની હત્યાની સોપારી આપવા માટે પૈસા અને પિસ્તોલ મૂકવામાં આવ્યા હતા. નૂરવાલ સ્થિત મધર પ્રાઈડ પબ્લિક સ્કૂલના બાળકો બાળદિવસ પર પિકનિક મનાવવા માટે દેવીલાલ પાર્કમાં ગયા હતા. પાંચમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીને રમતા-રમતા એક ખાડામાં પોલીથિન અને બેગ મળી. બાળકે જ્યારે બેગ ખોલીને જોયુ તો તેમાં 2-2 હજારની નોટોના 10 બંડલ અને પોલીથિનમાં ચિપ્સ, દારૂ અને પાણી-સોડાની બોટલો હતી. બાળકે આ અંગે પોતાના મિત્રને વાત કરી ને બેગ નજીકની રેલવે લાઈન પર ઝાડીઓમાં સંતાડી દીધી. થોડીવાર બાદ બાળકોને રમતા-રમતા એક બીજા ખાડામાં ખાલી પિત્ઝાના બોક્સમાં 5 પિસ્તોલ અને એક ક્રોસ કરવામાં આવેલો ફોટો મળ્યો.

આ પિસ્તોલને પણ તેમણે જ્યાં પૈસા સંતાડ્યા હતા, ત્યાં સંતાડી દીધી. સ્કૂલે પહોંચીને બાળકના મિત્રએ પોતાના ટીચરને આ અંગે વાત કરી. ટીચરે સ્કૂલ પ્રિન્સિપલને તેની જાણકારી આપી. બાળકના પરિવારજનોનો આક્ષેપ છે કે, પ્રિન્સિપાલ બાળકને ખિજવાયા અને તેને તે રેલવે લાઈન પાસે લઈ જઈ રૂપિયા સહિત અન્ય બોક્સ પણ પ્રિન્સપાલે પોતાની ગાડીમાં મૂકાવી દીધા. બાળકના પરિવારજનોએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp