હ્યુન્ડાઇએ એક સાથે નવા અવતારમાં લોન્ચ કરી 3 SUV

PC: hyundai.com

દક્ષિણ કોરિયન વાહન નિર્માતા કંપની હ્યુન્ડાઇએ પોતાના SUV વ્હીકલ લાઇનઅપને એક સાથે અપડેટ કર્યું છે. કંપનીએ પોતાની પ્રખ્યાત મિડ સાઇઝ SUV અલ્કજારથી લઇને ક્રેટા અને સૌથી કિફાયતી મોડલ વેન્યૂને નવા સેફ્ટી ફીચર્સ સાથે રજૂ કરી છે. કંપનીનો દાવો છે કે, આ નવા સેફ્ટી ફીચર્સ SUV લાઇનઅપને વધુ મજબૂતી પ્રદાન કરશે. નવા અપડેટ્સ સાથે જ આ SUVની કિંમત પણ વધી ગઇ છે. હ્યુન્ડાઇએ પોતાના કમ્પ્લીટ SUV રેંજને અપડેટ કરી છે, જેમાં વેન્યૂ અલ્કજાર અને ક્રેટા પણ સામેલ છે.

આ અપડેટ્સમાં એન્જિન નવા સેફ્ટી ફીચર્સ અને કેટલાક કોસ્મેટિક બદલાવ સામેલ છે. હ્યુન્ડાઇ ક્રેટામાં કંપનીએ 6 એરબેગ, રિયર ડિસ્ક બ્રેક, વગેરે સામેલ કર્યા છે. તો અલ્કજારમાં 6 એરબેગને સ્ટાન્ડર્ડ કરી દેવામાં આવી છે એટલે કે આ બધા વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે. એ સિવાય ક્રેટામાં સીટ એડજસ્ટમેન્ટ, ISOFIX એન્કર્સ વગેરે જેવા કેટલાક ફીચર્સ જોડવામાં આવ્યા છે. હ્યુન્ડાઇ વેન્યૂમાં પહેલાથી વધુ પાવરફૂલ એન્જિન આપવામાં આવ્યું છે, આકર્ષક લૂક, દમદાર એન્જિન અને નવા સેફ્ટી ફિચર્ચથી લેસ આ SUVની શરૂઆતી કિંમત 7.68 લાખ રૂપિયાથી શરૂ થઇને ટોપ વેરિયન્ટ માટે 13.11 લાખ રૂપિયા (એક્સ શૉ રૂમ) સુધી જાય છે.

નવી હ્યુન્ડાઇ વેન્યૂમાં ક્રેટાનું એન્જિન ઉપયોગ કર્યું છે. તેમાં હવે 4 સિલિન્ડરનો 1.5 લીટર CRDI ટર્બો ડીઝલ એન્જિન સામેલ છે. આ એન્જિન 115નો પાવર અને 250 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન પહેલાથી વધુ પાવરફૂલ થઇ ગયું છે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુટલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે આવે છે. નવી હ્યુન્ડાઇ વેન્યુ ગયા વર્ષે લોન્ચ થઇ ફેસલિફ્ટ મોડલ પર જ બેઝ્ડ છે. જો કે, તેના એક્સટિરિયરમાં કેટલાક કોસ્મેટિક બદવાલ જરૂર જોવા મળ્યા છે. તેમાં કંપનીએ નવું ફ્રન્ટ ગ્રીલ, સ્પ્લિટ હેન્ડલેમ્પ, નવી ડિઝાઇનનું ટેલલેમ્પ વેગેરે આપ્યા છે.

કુલ 5 વેરિયન્ટમાં આવનારી આ SUVમાં સૌથી મોટો બદલાવ તેના સેફ્ટી ફીચર્સ તરીકે જોઇ શકાય છે. કંપનીએ વેન્યુ SUVના મિડ લેવલ S (ઓપ્શનલ) વેરિયન્ટમાં સાઇઝ એરબેગ સામેલ કરવામાં આવી છે જે અત્યાર સુધી માત્ર ટોપ એન્ડ વેરિયન્ટ SX (ઓપ્શનલ)માં જ ઉપલબ્ધ હતી. તેમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ (VSC), હિલ અસિસ્ટ કંટ્રોલ (HAC) અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) જેવા ફીચર્સ મળે છે. અન્ય હાઇલાઇટ્સમાં ઓટોમેટિક હેડલાઇટ્સ, એન્જિન ઇમોબિલાઇઝર, બર્ગલર એલાર્મ, રિવર્સ પાર્કિંગ સેન્સર અને રિવર્સિંગ કેમેરા પણ આપવામાં આવ્યા છે.

હ્યુન્ડાઇ વેન્યૂની અંદરની તરફ ડીઝલ SX ટ્રીમમાં કપ હોલ્ડર સાથે આર્મરેસ્ટ અને રિયર સીટ રિક્લાઇનર જેવી કેટલીક વિશેષતાઓ મળે છે. તે હવે માત્ર ટોપ એન્ડ SX (O) ટ્રીમમાં જ મળે છે. આ અપડેટ સિવાય બાકી બધુ પહેલા જેવું જ આપવામાં આવ્યું છે. નવા ફીચર્સ બાદ હ્યુન્ડાઇ વેન્યુ વધુ સારા થઇ ગયા છે. આ SUVમાં હવે 4 એરબેગને સ્ટાન્ડર્ડ તરીકે સામેલ કરવામાં આવ્યા છે એટલે કે આ બધા વેરિયન્ટમાં મળશે. હ્યુન્ડાઇ ક્રેટામાં કંપનીએ કેટલાક નવા ફિચર્સને સામેલ કર્યા છે.

એ સિવાય આ SUVમાં અન્ય કોઇ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. તે5 સીટર SUV પહેલા જ 1.5 લીટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન (115નો પાવર અને 144 Nm ટોર્ક), 1.5 લીટર ન્યૂટ્રલ એસ્પાયર્ડ 4 સિલિન્ડર ડીઝલ (115નો પાવર અને 250 Nmનો ટોર્ક) અને 1.4 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન (140નો પાવર અને 242 Nmનો ટોર્ક) વિકલ્પ સાથે આવે છે. ક્રેટા SUVમાં 6 એરબેગ (ચાલક, મુસાફર, સાઇડ અને કર્ટન), ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ (VSM) હિલ સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ (HAC), રિયર ડિસ્ક બ્રેક, સીટબેલ્ટ હાઇટ એડ્જસ્ટમેન્ટ, ISOFIX ચાઇલ્ડ ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. કંપનીએ હ્યુન્ડાઇ અલ્કજારને પણ અપડેટ કરી છે આ SUVમાં પણ નવા સેફ્ટી ફિચર્ચને જોડવામાં આવ્યા છે.

નવા અપડેટ બાદ આ SUVની કિંમત 16.10 લાખ રૂપિયાથી શરૂ થઇને ટોપ મોડલ માટે 20.85 લાખ રૂપિયા (X શૉરૂમ) સુધી જાય છે. હ્યુન્ડાઇ 2023 અલ્કજારમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ સામેલ કર્યા છે. પહેલા ડ્રાઇવર અને ફ્રન્ટ પેસેન્જર માટે જ એરબેગને સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવી રહ્યા હતા, જ્યારે સાઇડ અને કર્ટન એરબેગ પ્લેટિનમ ગ્રેડમાં આપવામાં આવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp