ગુજરાત-રાજસ્થાનની 29 બેંકોને સાયબર ક્રાઇમ વિશે જાગૃત કર્યા સ્નેહલ વકીલનાએ

PC: khabarchhe.com

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇન મુજબ બેંક સાથે થતા સાયબર ક્રાઇમ તથા તેના નિયંત્રણ માટે એક વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં સાઉથ ગુજરાત કો..બેંક એસોસિએશન લિ.ના પ્રમુખ મુકેશ ગજ્જર અને ઉપપ્રમુખ જયના ભક્તા, ગુજરાત અને રાજસ્થાનની 29 જેટલી ડિસ્ટ્રિક્ટ કો.. બેંકના ઓફિસરો હાજર રહ્યા હતા.

સાયબર ક્રાઇમ લોયર, એક્સપર્ટ અને ચીફ ગેસ્ટ તરીકે સ્નેહલ વકીલનાએ બેંકો સાથે તથા સાયબર ક્રાઇમના નિયંત્રણ માટેની વિશેષ તાલીમ આપી હતી. આ ઉપરાંત રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇન મુજબ સાયબર ક્રાઇમ નિયંત્રણ માટેની જોગવાઇઓ વિશે પણ ઉપસ્થિત ડીગનેટરીસને માહિતગાર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે જાણીતા સાયબર ક્રાઇમ એક્સર્ટ સ્નેહલ વકીલના Khabarchhe.comની પોપ્યુલર સિરીઝ સાયબર રક્ષા પર દર અઠવાડિયે આ અંગે જાગૃતિ ફેલાવે છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp