દિલ્હીમાં અનાજના બજારમાં લાગી આગ, 32નાં મોત

PC: indiatoday.in

દિલ્હીના રાણી ઝાંસી રોડ પર અનાજના માર્કેટમાં રવિવારે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના બાદ વિસ્તારમાં હંગામો વ્યાપ્યો છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને કોઈ પણ વિલંબ કર્યા વિના આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. જો કે, આ ઘટનામાં અત્યાર સુધી 32 લોકોનાં મોત નીપજ્યાં છે અને ઘણાં ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલમાં આ વિસ્તારમાં બચાવ કામગીરી ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ અનાજના માર્કેટમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે આગને કાબૂમાં કરવા 30 થી વધુ ફાયર ફાઇટર્સ પહોંચ્યા હતા. જોકે, આગ જોતજોતામાં વધી ગઇ હતી. ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલ દ્વારા 32 લોકોનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

આ આગમાં અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોનો બચાવ થયો છે. તેમજ ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ આગમાં ઘણા લોકો 50 ટકાથી વધુ બળી ગયા છે. આ ઉપરાંત ઘાયલોને 4 જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોને આરએમએલ, એલએનજેપી, હિન્દુ રાવ અને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના સવારે 5 ની છે. બજારમાં ત્રણ માળની બેકરી છે. બેકરીના ઉપરના માળે આગ લાગી હતી. જે બાદ આગને કારણે સમગ્ર બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હતી. આગને કારણે આ વિસ્તારમાં બધે ધુમાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, ભીડ ભરાયેલા વિસ્તારને કારણે આગ વધુ ફેલાઇ હતી. અગ્નિશામક વાહનોને પણ ભીડભાડમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp