3846 કારીગરોને વિના મૂલ્યે માટીની મૂર્તિ બનાવવાની તાલીમ અને ટુલકીટ અપાઈઃ સરકાર

PC: ruralindiaonline.org

ગુજરાત સરકારે કહ્યું હતું કે, ‘ગણપતિ બપ્પા મોરિયા...’ ગયા વર્ષે દુરભાગ્યે આ ગુંજથી આપણી શેરીઓ સુની રહી ગઈ હતી પરંતુ આ વર્ષે આપણી શેરીઓમાં આ નાદની ગુંજ ઢોલ-નગારા સાથે ઉત્સાહભેર સાંભળવા મળશે. તા.28 જુલાઈના રોજ રાજ્ય સરકાર દ્વારા 4 ફૂટની મૂર્તિ સાથે ગણેશોત્સવની ઉજવણીની મંજુરી મળતા દરેક નાગરિક બપ્પાના સ્વાગત માટે હર્ષોલ્લાસથી તૈયારીઓમાં લાગી ગયા છે, ત્યારે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે ગજાનંદની મૂર્તિ માટીની હોય જેથી પર્યાવરણની જાળવણી સાથે બપ્પાનું આગમન કરી શકીએ. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેક્નોલોજી સંસ્થા, ગાંધીનગર હેઠળ માટીના મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજના વર્ષ 2015-16થી અમલી કરવામાં આવી છે. જેમાં છેલ્લા પાંચ વર્ષથી કુલ 3,846 કારીગરોને વિના મૂલ્યે માટીની મૂર્તિ બનાવવાની તાલીમ અને ટુલકીટ પૂરી પાડવામાં આવી.

આ યોજના અંતર્ગત પ્રથમ તબકકે રાજ્યના ત્રણ મુખ્ય શહેર અમદાવાદ, વડોદરા અને સુરતમાં કુલ 1748 પી.ઓ.પી. મૂર્તિકારોનો સર્વે કરી રાજ્યના પી.ઓ.પી.ના કારીગરોને માટીની મૂર્તિના ઉત્પાદન તરફ વાળવા માટે પશ્રિમ બંગાળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના નિષ્ણાત મારફત 100 માસ્ટર ટ્રેઈનર્સની ટીમ તૈયાર કરી રાજ્યના કારીગરોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી. ગુજરાતમાં ઉપલબ્ધ માટીની ચકાસણી કરી શરૂઆતમાં સ્ટાર્ટ અપ સપોર્ટ તરીકે દરેક કારીગરોને 400 કિ.ગ્રા. માટી તથા રૂ.3000/-ની કિંમતની ટુલકીટ અને જૂથમાં કારીગરોને મોલ્ડ આપવામાં આવ્યા હતા.

માટીના મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજના અંતર્ગત કારીગરોને વિનામૂલ્યે તાલીમ, ટુલકીટ તથા સબસીડાઇઝ રેટથી મૂર્તિઓ બનાવવા માટે માટી તથા પ્રતિ ફૂટ રૂ.100/- મુજબ માટીની મૂર્તિ ઉપર વેચાણ સહાય પણ ચૂકવવામાં આવે છે. આ સાથે વર્ષ 2015થી 2020 સુધીમાં રાજ્યમાં કુલ 38 માટી મૂર્તિ મેળાનું આયોજન કરી 1,882 કારીગરોને વિનામૂલ્યે સ્ટોલ ઉપલબ્ધ કરાવી કુલ રૂ.18.82 કરોડની માટીની મૂર્તિઓના વેચાણની સિદ્ધિ ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેક્નોલોજી સંસ્થા દ્વારા મેળવવામાં આવી. ઉપરાંત વેચાણ પ્રોત્સાહન યોજના અન્વયે મૂર્તિકારોને કુલ રૂ. 147.71 લાખની વેચાણ સબસીડી ચૂકવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp