નક્સલીઓ પર સિક્યોરિટી ફોર્સનો મોટો પ્રહાર, સુકમામાં 4 નક્સલી ઠાર

PC: theweek.in

છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાદળોએ 4 નક્સલીઓને મુઠભેડમાં ઠાર કર્યા છે. માર્યા ગયેલા નક્સલીઓની પાસેથી ભારે માત્રામાં દારૂગોળો અને હથિયાર મળી આવ્યા છે, જેમાં એક ઈન્સાસ રાયફલ અને 2 303 રાયફલ સામેલ છે.

સિક્યોરિટી ફોર્સે ચારેય નક્સલીઓની બોડી કબ્જે લીધી છે. જ્યારે આ ચારેય નક્સલીઓની બોડી રિકવર કરાઈ ત્યારે તેઓ નક્સલ યુનિફોર્મમાં સજ્જ હતા. મંગળવારે વહેલી સવારે 6 વાગ્યે આ એનકાઉન્ટર સુકમા ડિસ્ટ્રિક્ટના જગરગુંડા ગામના ભિમાપુરમ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન કરવામાં આવ્યું હતુ.

આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બસ્તર જિલ્લામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. સિક્યોરિટી ફોર્સના જવાનો જ્યારે સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા, ત્યારે તેમના પર નક્સલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના જવાબમાં સિક્યોરિટી ફોર્સે ગોળીબારી કરતા 4 નક્સલીઓ ઠાર મરાયા હતા.

જણાવી દઈએ કે, આ અગાઉ નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં જ ઓપરેશન પ્રહાર-4 દરમિયાન સુરક્ષાદળોએ 9 નક્સલીઓને ઠાર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp