બિહારના નવાદામાં વીજળી પડતા 8 બાળકો સહિત 9ના મોત

PC: wordpress.com

બિહારના નવાદામાં આકાશમાંથી વીજળી પડવાને કારણે 8 બાળકો સહિત 9 લોકોના મોત થયા છે, જ્યારે 5 બાળકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. આ ઘટના કાશીચકના ધાનપુર ગામની છે. જાણકારી અનુસાર, તમામ લોકો વરસાદની બચવા માટે પીપળાના ઝાડની નીચે ઊભા હતા. આ દરમિયાન વીજળી પડવાને કારણે આ લોકોના મોત થયા છે.

રિપોર્ટ અનુસાર, બપોરે ઘણા લોકો ખેતરની પાસે રમી રહ્યા હતા. દરમિયાન હવામાનમાં અચાનક બદલાવ આવ્યો અને વરસાદ શરૂ થઈ ગયો. આથી, તે લોકો ઘરે જવા માંડ્યા. પરંતુ અચાનક જોરમાં વરસાદ વરસતા તે બધા એક ઝાડની નીચે ભેગા થઈ ગયા. એવામાં ઝાડ પર વીજળી પડતા 8 બાળકો સહિત 9 લોકોના દાઝી જવાને કારણે મોત થયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે કાશીચક હોસ્પિટલ મોકલવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે તમામ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.

જણાવી દઈએ કે, પ્રદેશમાં છેલ્લાં કેટલાક અઠવાડિયાથી થઈ રહેલા વરસાદ દરમિયાન આકાશી વીજળી પડવાની ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે. પહેલા પણ આવી ઘટનાઓમાં લોકોના મોત થયા છે. સમય-સમય પર સરકાર તરફથી હવામાન અંગે પહેલાથી એલર્ટ પણ જાહેર કરવામાં આવે છે. પરંતુ આજે બનેલી ઘટના ખૂબ જ હૃદયદ્રાવક ઘટના છે. મરનારાઓમાં મોટાભાગે બાળકો છે અને તેઓ વરસાદથી બચવા માટે પીપળાના ઝાડની નીચે ઊભા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp