બે વર્ષથી મંદિરની બહાર ભીખ માગતા ભીખારીના નામે બંગ્લો છે, પરિવારે કહ્યું એ તો...

PC: divyabhaskar.co.in

કોઈ પણ વસ્તુની ખોટી લત માણસને લાગી જાય ત્યારે એના પતનની શરૂઆત થતી હોય છે. ખરાબ આદતને કારણે અનેક પરિવારમાં તિરાડ પડી છે તો ક્યાંય સંબંધો પર કાયમી પૂર્ણવિરામ મૂકાયા છે. નશાના ગુલામ બનેલાનું જીવન એના વાસ્તવિક સમય પહેલા ખતમ થઈ જાય છે એવા અનેક કિસ્સાઓ આપણે જોયા-વાંચ્યા હશે. પણ નશાની ટેવથી વ્યક્તિને કેવા ખાહળા (લાત) ખાવા પડે છે એવું જીવંત ઉદાહરણ છે ભીક્ષુક રમેશ યાદવ.

જે હકીકતમાં એક કરોડપતિ વ્યક્તિ છે. પણ બે વર્ષથી મંદિરની બહાર ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવે છે. હાલમાં રમેશ યાદવ કેન્દ્ર સરકારની દીનબંધુ પુર્નવસન યોજનામાં ભીક્ષુકો તથા નિરાશ્રીત લોકો માટે ચાલતી શિબિરમાં રહે છે. આ શિબિરમાં અત્યાર સુધીમાં કુલ 109 એવા લોકોને લાવવામાં આવ્યા છે જે ભીખ માગે છે અથવા રસ્તા પર પડ્યા રહે છે. આ એવા લોકો છે જેને પોતાના પરિવારે હડધૂત કરીને કાઢી મૂક્યા છે. તેથી તેઓ રસ્તે ભીખ માગે છે. અમુક એવા પણ ભીખારી છે જે સડસડાટ અંગ્રેજી પણ બોલી શકે છે. રૂપાલી જૈન (હેડ,પૂજ્ય રક્ષક આદિનાથ વેલફેર ફંડ એજ્યુકેશન સોસાયટી પ્રવેશ સંસ્થા) કહે છે કે, ઈન્દોરના કાલી મંદિરેથી અમારી ટીમ રમેશ યાદવને અહીં લાવી હતી. તેમણે કોઈ લગ્ન નથી કર્યા એટલે એનો પોતાનો કોઈ પરિવાર નથી. પણ ભાઈ-ભત્રીજા છે. અમારી ટીમ જ્યારે એને ઘરે પહોંચી તથા એમના રૂમ જોયા ત્યાં ચોંકી ઊઠી હતી. એક રૂમમાં રૂ.4 લાખનો તો સામાન હતો. એસી સહિતની તમામ સુખ સુવિધાઓ તથા મોર્ડન લાઈફસ્ટાઈલ. પણ રમેશની દારૂ પીવાની કુટેવને લીધે તેઓ ભીક્ષુક બની ગયા. ભીખ માગવા માટે મજબુર કર્યા.

રમેશ યાદવના નામે એક બંગલો છે. સંપત્તિની દ્રષ્ટિએ તેઓ કરોડપતિ છે. કોઈ સીધી આવક ન હોવાને કારણે તેઓ મંદિરની બહાર બેસીને ભીખ માગવા લાગ્યા હતા. મળેલા પૈસાને તેઓ નશામાં ખર્ચી નાંખતા. પણ હવે તેઓ કહે છે કે, હું ઘરમાં રહીને કામ કરીશ. એની દારૂની લતને કરાણે પરિવારજનો એનાથી નારાજ હતા. કારણ કે પરિવારનું નામ ખરાબ થતું હતું. પરિવારજનો કહે છે કે, દારૂની આદત છોડાવી દો તો અમે એનું બધી રીતે ધ્યાન રાખીશું. રમેશ યાદવમાં હવે ઘણો સુધારો જોવા મળ્યો છે. રૂપાલી જૈન ઉમેરે છે કે, રેસક્યુ કરવામાં આવેલા 90 ટકા લોકો નશાના ગુલામ છે. એ પછી નશો પાવડરનો હોય કે દારૂનો. કેટલાક લોકો નશા વગર રહી શકતા નથી. એમને નશા મુક્તિ કેન્દ્રમાં મૂકવા માટે તૈયારીઓ થઈ રહી છે. જેનો એક રીપોર્ટ જે તે જિલ્લા ક્લેક્ટરને પણ સોપાશે. NGOના પદાધિકારીઓએ કહ્યું કે, ઈન્દોરના ક્લેક્ટર મનીષ સિંહના આગ્રહ બાદ આ પ્રકારની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આશ્રય વિહોણા લોકોને જુદા જુદા આશ્રમમાં રાખવામાં આવે છે. જે લોકો કામ કરી શકે એમને કોઈને કોઈ કામે લગાડવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp