બિહારમાં ઉદ્ઘાટન પહેલા જ તૂટ્યો બ્રિજ, ચૂંટણી પહેલા શરૂ કરવાની તૈયારી હતી

PC: tosshub.com

ચૂંટણી પહેલા જ્યારે સંપૂર્ણ બિહારમાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ થઇ રહ્યા છે, એવામાં કિશનગંજ જિલ્લામાં ફરી એક બની રહેલો બ્રિજ તૂટી ગયો છે. માનવામાં આવી રહ્યું હતું કે ટૂંક સમયમાં આ બ્રિજનું ઉદ્ઘાટન થવાનું હતું. કિશનગંજના દિઘલબેંકના ગોઆબાડી ગામમાં કન્કઈ નદીની વરસાદી ધારમાં બની રહેલા બ્રિજનો એક પાયો ધસી ગયો. ત્યાર પછી જોત જોતામાં આખો પૂલ તૂટી ગયો. આ બ્રિજ બનીને સંપૂર્ણ રીતે તૈયાર હતો. માત્ર એપ્રોચ રોડ બનાવવાનો બાકી હતો. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલા તેનું ઉદ્ઘાટન થવાનું હતું.

આ બ્રિજને બનાવવામાં લગભગ 1.42 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ માત્ર 26 મીટર સ્પેનનો બ્રિજ હતો. 16  સપ્ટેમ્બરના રોજ આ બ્રિજ તૂટ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદીની ધારા બદલાઇ ગઇ. નદીનો વહેણ એ વિસ્તારથી નિકળ્યો જ્યાં બની રહેલા બ્રિજ હતો.

બ્રિજની પાસે 20 મીટરનો ડાયવર્ઝન બનાવવાનો હતો, પણ તે બનાવાયો નહીં. તેને કારણે નદીની ધારા બદલાઇ ગઇ અને બ્રિજ તૂટી ગયો. જો ડાયવર્ઝન બન્યો હોત તો નદીનો વહેણ બદલાતો નહીં અને બ્રિજ ધ્વસ્ત ન થયો હોત. પણ તૂટ્યા પછી બ્રિજનો કાટમાળ પાણીમાં વહી ગયો.

ગોઆબાડી બ્રિજ જે વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યો છે, તે વિસ્તાર હાલમાં પૂરનો સામનો કરી રહ્યો છે. તે વિસ્તાર પાછલા ઘણાં દિવસોથી પાણીમાં ડૂબેલો છે. ઘણાં દિવસોથી સતત પડી રહેલા વરસદાને કારણે કન્કાઈ નદીનું વહેણે તેજ થઇ ગયું અને તેના વહેણમાં બ્રિજ પણ તૂટી ગયો. બ્રિજ તૂટી ગયા પછી આ વિસ્તાર કોઈ ટાપુ જેવો દેખાઇ રહ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે, બ્રિજના બાંધકામનું કામ પૂરુ થતા જ તેનં ઉદ્ઘાટન થવાનું હતું. પણ તે પહેલા જ બ્રિજનું ધોવાણ થઇ ગયું. જેને કારણે ગ્રામીણોની મુશ્કેલી વધી ગઇ છે. ગ્રામીણોનો આરોપ છે કે બ્રિજને બનાવવામાં બેદરકારી કરવામાં આવી છે. જેને કારણે આ ઘટના બની છે.

જણાવી દઇએ કે, આ પહેલી વાર નથી જ્યારે બિહારમાં આ રીતે કોઈ બ્રિજ તૂટી ગયો હોય. આ પહેલા પણ બિહારમાં જ બ્રિજ તૂટ્યો હતો. બ્રિજના ઉદ્ઘાટન થયાના 15 દિવસોમાં જ બ્રિજ ધ્વસ્ત થઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp