જે ઘરે તિરંગો લહેરાયો નહીં હોય તે ઘર તરફ વિશ્વાસથી જોવામાં નહીં આવેઃ BJP અધ્યક્ષ

PC: thelallantop.com

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં 'હર ઘર તિરંગા' ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, દરેકને તિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. એક તરફ વિપક્ષ આ પ્રચારને રાજનીતિ ગણાવી રહ્યો છે તો BJPના કેટલાક નેતાઓ પણ તેને અલગ રંગ આપતા જોવા મળી રહ્યા છે. આ સમયે ઉત્તરાખંડ BJP અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટનું નિવેદન ચર્ચામાં આવ્યું છે.

હલ્દવાનીમાં એક મોટું નિવેદન આપતાં ઉત્તરાખંડના BJP અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટે કહ્યું કે, 'જે ઘરમાં તિરંગો લહેરાતો જોવા ન મળે, ત્યાં વિશ્વાસની નજરથી જોવામાં નહીં આવે.' તેમના આ નિવેદન પર વિવાદ શરૂ થયો છે. હજી સુધી, નેતા તરફથી કોઈ સ્પષ્ટતા રજૂ કરવામાં આવી નથી, પરંતુ ઘણા લોકો આ નિવેદનને નકારી રહ્યા છે. જો કે, આ પહેલા પણ આ અભિયાનને લઈને કેટલાક વિવાદાસ્પદ નિવેદનો જોવા મળ્યા છે. પછી ભલે તે મહેબૂબા મુફ્તીનું નિવેદન હોય કે ફારૂક અબ્દુલ્લાનું. ઓમર અબ્દુલ્લાએ પણ એક નિવેદનમાં કહ્યું છે કે આ અભિયાનમાં સામેલ થવા માટે કોઈ પર દબાણ ન કરી શકાય.

ભાજપ પ્રદેશ અધ્યક્ષના વિવાદાસ્પદ નિવેદન પર કોંગ્રેસે પણ BJP પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કરણ મહેરાએ કહ્યું કે, 'સંઘ પરિવારે 51 વર્ષ સુધી પોતાના કાર્યાલય પર ધ્વજ નથી ફરકાવ્યો અને જો આમ કરનાર બે કાર્યકરોને 2013 સુધી ટ્રાયલનો સામનો કરવો પડ્યો, તો સંઘ પર વિશ્વાસ ન કરવો જોઈએ.'

જ્યારે, આમ આદમી પાર્ટી (AAP) ઉત્તરાખંડના રાજ્ય ઉપાધ્યક્ષ ઉમા સિસોદિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'આપણા રાજ્યના દૂર- અંદર સુધીના ગામડાઓમાં જ્યાં લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માગે છે, ત્યાં ધ્વજ પહોંચતો નથી અને RSS મુખ્યાલય પર ધ્વજ ફરકાવવામાં આવતો નથી, તેના વિશે શું કહેવામાં આવશે.'

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે આઝાદીના 75 વર્ષ પૂરા થયાની યાદમાં આ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ 13 થી 15 ઓગસ્ટની વચ્ચે પોતાના ઘર પર તિરંગો ફરકાવે. જ્યારે, ભાજપે 11 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી દરેક વોર્ડ, ગામમાં 'રઘુપતિ રાઘવ રાજા રામ' ભજન અને વંદે માતરમ સાથે પ્રભાતફેરી કરવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. આ બધા સિવાય BJP આ અવસર પર તમામ મહાપુરુષોની પ્રતિમાઓ અને સ્મારકો પર પણ સ્વચ્છતા અભિયાન ચલાવવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp