કોવિડ પોઝિટિવ પુત્ર સાથે મા રસ્તા પર બેસી રહી, સ્ટાફે દરવાજો બંધ કરી તમાશો જોયો

PC: divyabhaskar.co.in

કોરોના વાયરસની મહામારીના દિવસોમાં માત્ર રોગપ્રતિકારક શક્તિની જ નહીં પણ માણસના સંબંધો તથા માણસાઈની પણ કસોટી થઈ રહી છે. અગાઉ ક્યારેય કલ્પના ન કરી હોય એવું ચિત્ર જોવા મળી રહ્યું છે. એક તરફ લાચારી તો બીજી તરફ લૂંટ, એક બાજું નિયમ પાલન માટે ધમપછાડા તો બીજી તરફ નેતાઓ નિયમને નેવે મૂકી મોજ માણે. સામાન્ય રીતે માતા બીમાર પડતા પુત્ર કોઈ પણ સંજોગો સામે લડી છે.

પણ અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી આનાથી ઊલટું ચિત્ર જોવા મળ્યું છે. એક મા લાચાર બનીને રસ્તા પર બેઠી છે અને દીકરો બાજુંમાં સૂતો છે. દીકરાને સારવાર મળે એ માટે માતા વખલા મારતા હતા. પણ અમદાવાદ કોર્પોરેશનની હોસ્પિટલના સ્ટાફમાં માનવતા મરી ગઈ હોય એમ દરવાજો બંધ કરી દીધો હતો અને તમાશો જોઈ રહી હતી. હોસ્પિટલના અસર અને સંવેદનહીન કર્મચારીઓ માતા-પુત્રની યાતના જોઈ રહ્યા હતા. આવા સમયે એક યુવકે ત્યાં આવીને બંનેને હોસ્પિટલમાં લઈ જવા માટે મદદ કરી હતી. કોરોના વાયરસના કપરા કાળમાં સારવાર માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલની બહાર આ ચિત્ર જોવા મળ્યું હતું. ઠક્કરબાપા નગર વિસ્તારમાં રહેતા આ પરિવારનો પુત્ર કોવિડ પોઝિટિવ થયો હતો. 35 વર્ષના દીકરાની સ્થિતિ ગંભીર થતા માતા એને સારવાર હેતું હોસ્પિટલ લઈ ગઈ હતી. એક બાજું 108 મળતી ન હતી બીજી તરફ નાઈટ કર્ફ્યૂ. જ્યારે માતા અને પુત્ર હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હોસ્પિટલના કર્મચારીઓએ દરવાજા બંધ કરી દીધા.

લાચાર માતા રસ્તા પર બેસી ગઈ હતી. હોસ્પિટલ સ્ટાફ તમાશો જોઈ રહ્યો હતો પણ કોઈ મદદે ન આવ્યું. આમીર પઠાણ નામના એક યુવાને જણાવ્યું કે,આ હોસ્પિટલમાં દર્દીને કોઈ તાત્કાલિક સારવાર અપાતી નથી. કોઈએ આ દર્દીના પેપર જોઈને અંદર જવા પણ મદદ ન કરી. જેના કારણે માતા-પુત્રને રસ્તા પર બેસી રહેવાનો વારો આવ્યો. બીજી તરફ અમદાવાદ સિવિલમાં સારવાર માટે અનેક એમ્બ્યુલન્સમાં દર્દીઓ રાહ જોઈને બેઠા છે. બીજી બાજું અમદાવાદ શહેરના ટેસ્ટિંગ બુથ પર કીટ ખૂટી જતા લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. જોકે, મર્યાદિત સંખ્યામાં કીટ મળતા લોકો ટેસ્ટિંગ માટે પણ વેઈટિંગમાં છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp