ગુજરાતના આ માર્કેટ યાર્ડમાં ઘઉંના ઐતિહાસિક ભાવ બોલાયા, ખેડૂતોમાં ખુશી

PC: economictimes.indiatimes.com

હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઘઉંનો સૌથી ઊંચો ભાવ બોલવામાં આવ્યો છે. ઈતિહાસમાં પહેલી વખત ઘઉંનો ભાવ 900 રૂપિયાને પાર પહોંચ્યો છે. ખેડૂતના ઘઉંનો ભાવ 901 રૂપિયા બોલાયો છે. જેને લઇને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહ્યો છે. સાથે જ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક વધી છે. આજે માર્કેટિંગ યાર્ડમાં 14,000થી વધુ કોથળાની આવક થઇ છે. તો માર્કેટ યાર્ડમાં ગુરુવારે 8,355 કોથળા ઘઉંની આવક નોંધાઈ હતી. બીજી બાજુ, હજુ પણ આવક અને ભાવ વધવાની આશા છે.

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક થઈ રહી છે. વાવેતરની વાત કરીએ તો જિલ્લામાં ઘઉંનું 86 હજાર કરતા વધુ હેક્ટરમાં વાવેતર થયું હતું, પરંતુ કમૌસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. હિંમતનગરના ઓપન માર્કેટમાં બે દિવસ અગાઉ જાહેર હરાજીમાં અધધ એટલે કે 836 રૂપિયા ભાવ પડ્યા હતા.

આમ તો ખેડૂતોને આટલા બધા ભાવની આશા નહોતી, પરંતુ અત્યારે સૌથી વધુ ભાવ 901 પ્રતિ મણનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગુજરાતમાં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે, તેવું હાલ તો ખેડૂતો માની રહ્યા છે. જેથી આસપાસના જિલ્લાના ખેડૂતો પણ અહીં આવી રહ્યા છે. આ વખતે 2-3 વખત માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો છે અને ખેડૂતોમાં પણ ભાવ ઓછો મળવાનો ભય જોવા મળી રહ્યો હતો, પરંતુ આ વખતે ખુલ્લી હરાજીમાં સરકારના ટેકાના ભાવ કરતા પણ વધુથી હરાજી શરૂ થઈ છે.

430થી લઈને 901 સુધી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. જો ભીના ઘઉં હોય તો તેમાં સરેરાશ 450થી લઈને 500ની આસપાસ ભાવ મળે છે. જે ઘઉં સારા હોય તેના 670થી લઈને 901 સુધી ભાવ મળી રહ્યા છે. જેને લઈને હાલ તો ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. છેલ્લા 2-3 દિવસથી હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંના ઊંચા ભાવ મળી રહ્યા હોવાની જાણકારી મળતા આસપાસના જિલ્લા જેમ કે, અરવલ્લી, મહેસાણા, પંચમહાલ, બનાસકાંઠાના ખેડૂતો વહેલી સવારથી જ આવી પહોંચે છે.

એ સિવાય આવતીકાલની હરાજી માટે અત્યારથી જ ખેડૂતો લાઈન લગાવીને ઉભા છે. ઇડર તાલુકાના ખેડૂત કેતન પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને હાલમાં તો સારા ભાવ મળી રહ્યા છે આમ તો ખેડૂતોને કમૌસમી વરસાદે રડાવ્યા છે, પરંતુ હરાજીમાં ખેડૂતોને હાલ તો સારા ભાવ મળી રહ્યા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp