અમદાવાદની હોસ્પિટલમાં આ રીતે લાગી ભયાનક આગ, મહિલાના વાળ બળવાથી થઈ શરૂઆત

PC: zeenews.com

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા પાછળનું કારણ સામે આવ્યું છે. મોડી રાત્રે 3.30 વાગ્યે સૌ પ્રથમ ICUના આઠ નંબરના બેડ પરની મહિલાના વાળમાં આગ લાગી હતી. તેનાથી અચાનક સ્પાર્ક થયો અને દર્દીના અટેન્ડન્ટથી PPE કીટમાં આગ પ્રસરી ગઈ હતી. આગ ઠારવા જતા PPE કીટ સળગી હતી. પછી બે અટેન્ડન્ટ ભાગ્યા હતા. ગણતરીની ક્ષણમાં ICU વોર્ડ આગની લપેટમાં આવી ગયો અને સમગ્ર અગ્નિકાંડ સર્જાયો હતો.

આ ઘટના સામે આવતા ફરી એકવખત ફાયર સેફ્ટિનું ભૂત શહેરમાં ધુણવા લાગ્યું છે. આ અગ્નિકાંડ થયો ત્યારે ICUમાં 10 દર્દીઓ અને એમની સાથે મેડિકલ સ્ટાફ અંદર હતો. આમ શ્રેય હોસ્પિટલમાં આઠ વ્યક્તિના મોત નીપજ્યા છે. રાત્રીના 3.30 વાગ્યે આઠ નંબરના બેડ પાસે શોટસર્કિટ થયું હતું. જેના કારણે મહિલાના વાળ બળી ગયા હતા. ત્યાં PPE કીટ પહેરેલા સ્ટાફે દર્દીને બચાવવા માટે પ્રયત્ન કર્યો. પણ PPE કીટ પણ આગની ચપેટમાં આવતા અગ્નિનું રૂપ ભયાનક બની ગયું હતું. પછી આગ કોટનના બેડમાં અને ઓક્સિજનના બાટલા સુધી પહોંચી ગઈ હતી. પછી આખા વોર્ડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની 15 મિનિટ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, જ્યારે રાત્રે અમે શ્રેય હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે આખો વોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો. હોસ્પિટલના બીજા માટે કુલ 40 દર્દીઓ હતા. ઉપર સુધી ધુમાંડો જોવા મળ્યો હતો. આ દર્દીઓમાંથી અમુક તો ઓક્સિજન સાથે હતા. 40 ફાયર જવાનોની ટીમે સૌ પ્રથમ આ 40 દર્દીઓના જીવ બચાવ્યા છે. આ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દર્દીઓની SVPમાં સારવાર ચાલી રહી છે. ફાયરનો સ્ટાફ કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓના સીધા સંપર્કમાં આવ્યો છે. અમે એમને હોસ્પિટલ સુધી લઈ ગયા હતા એટલે અત્યારે અમે પણ ક્વોરેન્ટાઈન થઈ ગયા છીએ. આ કેસમાં પોલીસે કડક પગલાં ભર્યા છે. પોલીસે મુખ્ય ટ્રસ્ટી ભરત મહંતની પૂછપરછ કરી છે. આ હોસ્પિટલના મુખ્ય ચાર ટ્રસ્ટીઓ છે. શ્રેય હોસ્પિટલમાં બહાર નીકળવા માટેનો એક જ દરવાજો છે. જ્યારે ફાયર સેફ્ટિના સાધનની તપાસ કરી ત્યારે એ પણ એક્સપાયરી ડેટના નીકળ્યા હતા. હોસ્પિટલે પણ મૃત્યુ પામેલા દર્દીઓની જાણ એમના પરિજનોને કરી નથી. પાંચ વ્યક્તિના દેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp