વડોદરામાં એક ઇસમે મારી પત્ની સામે કેમ જુઓ છે તેમ કહી યુવકને હોકીના ફટકા માર્યા

PC: dainikbhaskar.com

રાજ્યમાં એક તરફ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ ક્રાઇમની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. વડોદરામાં એક વ્યક્તિએ તું મારી પત્નીને કેમ જોયા કરે છે તેવું કહીને એક યુવકને માથામાં હોકીના ફટકા માર્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત થયેલા યુવકની ફરિયાદ લઈને હુમલાખોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

રિપોર્ટ અનુસાર વડોદરાના દંતેશ્વર વિસ્તારના અનુભપમ નગરમાં હિતેશ ગંગાડે નામનો યુવક બુધવારના રોજ તેના ઘરની બહાર ગરમીના કારણે બેઠો હતો. થોડીવાર પછી અનુપમ નગરમાં રહેતો હિતેશનો પાડોશી વિપુલ પરમાર તેની બાજુમાંથી પસાર થયો હતો અને એકાએક વિપુલ હિતેશ સાથે તું મારી પત્ની સામું કેમ જોયા કરે છે એવું કહીને ઝઘડો કરવું લાગ્યો હતો. વિપુલે હિતેશને અપશબ્દો કહ્યા હતા અને માર માર્યો હતો. હિતેશે વિપુલને અપશબ્દો બોલવાની અને મારવાની ના પાડી ત્યારે વિપુલ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના ઘરમાં જઈને હોકી લઈ આવ્યો હતો.

ઉશ્કેરાયેલા વિપુલે ઝઘડાની અદાવત રાખીને હિતેશના માથામાં હોકિના ફટકા માર્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા હિતેશને આસપાસના લોકોએ તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને સારવાર લઈ રહેલા હિતેશની ફરિયાદ લઈને વિપુલની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

તો બીજી તરફ વિપુલે હિતેશ ગંગાડે સામે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, હિતેશ અવાર-નવાર મારી પત્નીની સામે જોયા કરતો હોવાથી આ બાબતે તેને ટોક્યો હતો એટલે હિતેશ ઉશ્કેરાઈ જતા તેને મારી ગર્ભવતી પત્નીના પેટમાં લાતો મારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp