પુલવામાં અટેકઃ ઘડિયાળ, ખિસ્સામાં મુકેલા પર્સને આધારે કરવામાં આવી જવાનોની ઓળખ

PC: intoday.in

જમ્મુ-કાશ્મીરમાં શહીદ 40 CRPFના જવાનોના પાર્થિવ શરીરને તેમના ગામ-ઘરે મોકલવામાં આવી રહ્યા છે, જ્યાં તેમનો જન્મ થયો હતો, જ્યાં તેઓ મોટા થયા હતા. આજે જ્યારે તિરંગામાં લપેટાયેલા આ જવાનોના શવ તેમના ઘરે પહોંચી રહ્યા છે તો આ શવોની હાલત જોઈને લોકોના મનમાં ગુસ્સો ભરાયો છે. હુમલાની ચપેટમાં આવેલા જવાનોના શરીરના એ હાલ થઈ ચૂક્યા છે, જેને વર્ણવી પણ ન શકાય. હુમલાની તુરંત બાદ આવેલા ફોટા તેની સાક્ષી પૂરે છે.

શવોના હાલ જોઈને તેની ઓળખ કરવી CRPF જવાનો માટે ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. આશરે 200 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ ફીદાયીન હુમલા બાદ શવોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ક્યાંક હાથ પડ્યો હતો તો ક્યાંક શરીરનો બીજો ભાગ વિખેરાયેલો હતો. જવાનોના બેગ ક્યાંક તો તેમની ટોપીઓ બીજે ક્યાંક પડી હતી. હુમલાના તુરંત બાદ તે વિસ્તાર યુદ્ધ ભૂમિ જેવો દેખાઈ રહ્યો હતો.

શરીરના આ અવશેષ અને સામાનોને એક સાથે ભેગા કર્યા બાદ તેની ઓળખનું કામ શરૂ કરવામાં આવ્યું. મળતી માહિતી અનુસાર, આ કામમાં જવાનોના આધાર કાર્ડ, ID કાર્ડ અને અન્ય કેટલાક સામાનને કારણે મોટી મદદ મળી હતી. કેટલાક જવાનોની ઓળખ ગળામાં લપેટાયેલા ID કાર્ડથી થઈ ગઈ. કેટલાક જવાનો પોતાનો પાનકાર્ડ સાથે લઈને આવ્યા હતા, જેના આધારે તેમની ઓળખ થઈ હતી. શવોની ઓળખના કેટલાક મામલા ખૂબ જ દુઃખદ છે. ઘણા જવાનો ઘરે જવા માટે રજા ચિઠ્ઠી લખીને લાવ્યા હતા. આ રજા ચિઠ્ઠીને તેમણે પોતાના બેગ અથવા પોકેટમાં મુકી હતી, જેના આધારે તેમની ઓળખ થઈ શકી હતી.

આ પ્રચંડ ધડાકામાં કેટલાક જવાનોના બેગ તેમનાથી અલગ થઈ ગયા હતા. એવામાં તેમની ઓળખ તેમણે પહેરેલી ઘડિયાળના આધારે કરવામાં આવી હતી. આ ઘડિયાળો હુમલામાં બચી ગયેલા તેમના સાથીઓએ ઓળખી હતી. ઘણા જવાન પોતાના પોકેટમાં પર્સ લઈને આવ્યા હતા. તે પર્સ તેમની ઓળખના આધાર બન્યા. આ તમામ પ્રયત્નો બાદ પણ કેટલાક શવોની ઓળખ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. તેમની ઓળખ માટે ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp