બે દિવસ સોમનાથ મંદિરમાં શાયંઆરતી રહેશે બંધ, જાણો શું છે કારણ

PC: maadurgawallpaper.com

આગમી તા. 27 તથા 28 જુલાઇ અષાઢ સુદ પુનમ શુક્રવારના ખગ્રાસ ચંદ્રગ્રહણ યોગ બને છે. જેને લઇ શ્રી સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો ખાતે ગ્રહણ અંતર્ગત મંદિરના નિત્યક્રમમાં ફેરફાર કરવામાં આવેલ છે. ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હોય આઘ્યાત્મિક રીતે પાળવાનું રહેશે.

શ્રી સોમનાથ જયોતિલીંગ ક્ષેત્રમાં સર્જાનાર આ ગ્રહણ ખુબજ મહત્વ ધરાવતું હોય સોમનાથ ક્ષેત્રમાં ગ્રહણ દરમ્યાન ત્રિવેણી સંગમ ખાતે સ્નાન, મહામૃત્યંજય મંત્રજાપ, શ્રી હનુમાન ચાલીસા પાઠ, ઇષ્ટદેવ સ્મરણ સાથે જપ-તપ- દાન- ઘ્યાન આદિ કર્મોનું વિશેષ મહત્વ રહેલું છે. આ કર્મોથી આધિ દૈવિક આધિ ભૌતિક તથા આઘ્યાત્મિક દોષોમાંથી મુકિત અપાવનારુ સાથે વિશેષ પુણ્ય પ્રાપ્તિ કરાવનાર છે.

શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના અન્ય તમામ મંદિરોમાં બપોરે 12.54 કલાકેથી કોઇપણ પ્રકારની પૂજાવિધી થઇ શકશે નહીં. સાયં આરતી બંધ રહેશે. તેમજ શ્રી સોમનાથ મંદિર રાત્રે 10 કલાકે બંધ કરવામાં આવશે. દર્શનાર્થીઓ માટે મંદિર રાબેતા મુજબ ખુલ્લુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp