પ્રદૂષણના કારણે 2019મા દુનિયામાં લગભગ 90 લાખ લોકોએ ગુમાવ્યો જીવ

PC: khabarchhe.com

પ્રદૂષણના કારણે વર્ષ 2019માં વિશ્વભરમાં લગભગ 90 લાખ લોકોનું સમય પહેલા મોત થયું છે. એક વૈશ્વિક રિપોર્ટમાં તેનો ખુલાસો થયો છે. જાણકારોએ આ ઝેરીલી હવામાં શ્વાસ લેવામાં થતા મોત અને તેમની ભયાનકતા પર ચિંતા વ્યક્ત કરી છે. કહેવામાં આવ્યું છે કે, માનવ નિર્મિત કચરો હવા, પાણી અને માટીમાં ગયા બાદ લોકોને તુરંત નથી મારતો પરંતુ હદય રોગ, કેન્સર, શ્વાસની સમસ્યા અને અન્ય ઘાતક ગંભીર બીમારીનું કારણ બને છે.

લૈંસેટ આયોગે પ્રદૂષણ અને સ્વાસ્થ્યને લઇને કહ્યુ છે કે, વૈશ્વિક સ્વાસ્થ્ય પર પ્રદૂષણના પ્રભાવ યુદ્ધ આતંકવાદ, મલેરિયા, એચઆઇવી, ડ્રગ્સ અને દારૂની તુલનામાં ઘણુ વધારે છે. પ્રદૂષણ માનવ સ્વાસ્થ્યના અસ્તિવ માટે જોખમી છે.

સમીક્ષામાં જાણવા મળ્યુ કે, 2019માં સામાન્ય રીતે વાયુ પ્રદૂષણથી વૈશ્વિક સ્તર પર કુલ 6.7 મિલિયન મોત જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલી હતી, કારણ કે બન્ને સમસ્યાનુ મુખ્ય કારણ જીવાશ્મ ઇંધણ અને જૈવ ઇંધણને સળગાવવાનું છે.

ગ્લોબલ એલાયન્સ ઓન હેલ્થ એન્ડ પોલ્યૂશનના રિપોર્ટના મુખ્ય લેખક રિચર્ડ ફુલરે કહ્યું કે, જો અમે સ્વચ્છ અને લીલા રંગમાં વધવાનું મેનેજમેન્ટ નથી કરી શકતા તો આપણે ઘણુ ખોટુ કરી રહ્યા છીએ. રાસાયણિક પ્રદૂષણ જૈવ વિવિધતાને પણ નુકસાન પહોચાડે છે, જે એક મોટું વૈશ્વિક જોખમ છે. વૈશ્વિક સ્તર પર સમય પહેલા થનારી છ મોતમાંથી એક મોત પ્રદૂષણને કારણે થઇ છે, જે 2015 પહેલા આંકલનમાં કોઇ સુધારો નથી. આફ્રિકામાં મોટા પાયે સુધારા સાથે, ઇનડોર વાયુ પ્રદૂષણ, પ્રદૂષિત પાણી અને અપૂરતી સફાઇ સાથે જોડાયેલા મૃત્યુ દરમાં ઘટાડો થયો છે પરંતુ ખાસ કરીને દક્ષિણ અને પૂર્વ એશિયામાં ઔદ્યોગિકરણ સાથે જોડાયેલા વાયુ અને રસાયણિક પ્રદૂષણ વધી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp