ACBએ રાજકોટ અને ભૂજમાંથી બે સરકારી કર્મચારીને લાંચ લેતા ઝડપી પાડ્યા

PC: youtube.com

ફરી એક વાર ACBએ લાંચિયા કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. ACBના અધિકારીઓએ ભૂજ અને રાજકોટમાંથી બે લાંચિયા અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો ભૂજના સિંચાઈ ખાતામાં કામ કરતા કલાર્કે એક વ્યક્તિ પાસેથી તળાવ બનાવવાની મંજૂરી અપાવવા માટે 78 હજાર રૂપિયાની માગણી કરી હતી. જેના કારણે ફરીયાદીએ આ બાબતે ACBને જાણ કરી હતી. જેના કારણે લાંચિયા કલાર્કને પકડી પાડવા માટે ACB દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું અને જે સમયે ક્લાર્ક ફરિયાદી પાસે લાંચના પૈસા લેવા આવ્યો ત્યારે ACBએ સિંચાઈ ખાતાના ક્લાર્ક સંજય રાજગોરેને રંગે હાથે પૈસા લેતા પકડી લીધો હતો.

આ બાબતે ACBના અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, કલાર્કે માંગેલા પૈસા ફરિયાદીને આપવા મંજૂર ન હતા, જેથી તેમને ACBને જાણ કરી કરતા ACB દ્વારા ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ટ્રેપમાં આરોપી શૈલેશ લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયો છે. હાલ ACBના અધિકારીઓ દ્વારા આરોપીના ઘરે પણ સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજકોટ સિવિલ કોર્ટમાં બેલીફે નોટિસની બજવણી કરવા માટે અરજદાર પાસેથી એક હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ત્યારે આ બાબતે અરજદારે ACBને જાણ કરતા રાજકોટ સિવિલ કોર્ટના બેલીફને 1000 રૂપિયાની લાંચ લેતા પકડી પાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp