મોરબી પાસે નવલખી હાઈવે પર બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત

PC: abtakmedia.com

મોરબી નજીક નવલખી હાઇવે પર કોલસા ભરીને જતા અને કોલસા ભરવા માટે જતા બે ટ્રકો સામસામા ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રકના ડ્રાઇવરને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી -નવલખી હાઇવે પર આજે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. GJ3 BT 9714 નંબરનો ટ્રક નવલખીથી કોલસા ભરીને જતો હતો તે દરમિયાન બીજો ટ્રક જે નવકખી કોલસા ભરવા જતો હતો. તે બન્ને ટ્રક સામસામા ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ટ્રકના ડ્રાઇવરને ઈજાઓ પહોંચી હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી પંથમાં માતેલા સાંઢની માફક દોડતા ટ્રકો સામે કાર્યવાહી કરવા સરપંચ એસોસિએશને અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે. ત્યારે આ ઘટનાને પગલે સરપંચ એસો.ના પ્રમુખ અને ખેવડીયા ગ્રામપંચાયતના સરપંચ પ્રફુલભાઈને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp