હૈદરાબાદમાં બસનો અકસ્માત, વાપીના 12 લોકો ઘાયલ

PC: youtube.com

આંધ્રપ્રદેશમાં ફરવા માટે ગયેલા વાપીના 12 જેટલા લોકોની બસને રસ્તામાં અકસ્માત નડ્યો છે. બસ ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે અન્ય વાહન ચાલકો ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા અને બસમાં સવાર લોકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એક રીપોર્ટ અનુસાર વાપીના કેટલાક લોકો આંધ્રપ્રદેશના કર્નુલ જિલ્લામાં શ્રીસૈલમ મંદિર જવા માટે તેઓ હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાથી આ તમામ લોકોએ ઓનલાઈન એક બસ બુકિંગ કરાવી હતી. તેથી બસ આ તમામ લોકોએ એરપોર્ટ પરથી લઇને શ્રીસૈલમ તરફ જઈ રહી હતી, તે સમયે હૈદરાબાદના નલ્લમલા ઘાટ નજીક મીની બસ એક ડીવાઈડર સાથે અથડાઈ હતી અને પલટી મારી ગઈ હતી. ઘટનાને પગલે અન્ય વાહન ચાલકો ઘટના સ્થળ પર પહોચ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બસની બહાર કાઢ્યા હતા. ઘટનામાં ઘાયલ થયેલા 12 જેટલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહી રહ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે મુસાફરોની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મુસાફરોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે બસ એક દિવસ પહેલા બુકિંગ કરાવી હતી અને એક હજાર રૂપિયા ડીપોઝીટ પણ આપ્યા હતા અને તેની રસીદ પણ અમારી પાસે છે. આ ઉપરાંત આજે બસ પ્રોવાઈડરે બસના ભાડાના પાંચ હજાર લઇ લીધા છે. જયારે બસ અમને લેવા માટે આવી ત્યારે બસ પ્રોવાઇડરે 65 વર્ષના ડ્રાઈવરને બસ ચલાવવા માટે મોકલ્યો હતો. બસ આગળ ચાલી અને થોડી વારમાં પલટી મારી ગઈ. અમે બસ પ્રોવાઇડરને ઘણા ફોન કર્યા પણ કોઈ અહીં આવતું નથી. એ લોકોએ અમને એવું કહ્યું કે, અમે ચર્ચા કરી રહ્યા છીએ કે, અમે આવીએ કે, ન આવીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp