આરોપીએ હત્યા કરીને પોસ્ટ મૂકી, હમ દિલ નહીં ખૌફ બનાતે હૈ, કેસ વાંચીને હચમચી જશો

PC: facebook.com

બિહારના પુર્ણિયા જિલ્લામાં તા. 13 સપ્ટેમ્બરના રોજ 25 વર્ષના એક યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. છરી મારીને હત્યા કરવામાં આવેલા આ કેસમાં હત્યાનો આરોપ આ વિસ્તારના બીજા કેટલાક યુવાનો પર લાગ્યો હતો. જેના કારણે વિસ્તારમાં માહોલ સંવેદનશીલ બની ગયો હતો. આ કેસમાં હત્યા પાછળનો મુખ્ય આરોપી મોહમ્મદ લાડલાની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીને મોહમ્મદ લાડલાને લઈને ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે.

તેને પોતાના ફેસબુક પોસ્ટ પર કેટલીક ઉશ્કેરણી જનક ભાષાનો પ્રયોગ કરી કેટલીક પોસ્ટ મૂકી હતી. વિગત એવી મળી હતી કે, આરોપી મૂળ નશાનો બંધાણી છે. તેણે પોતાની ફેસબુક પ્રોફાઈલ પર લખ્યું હતું કે, હમ દિલ નહીં ખૌફ બનાતે હૈ. ઈસી લીયે....કહેલાતે હૈ. અમુક પોસ્ટ તો એવી છે કે, જાહેર કરી શકાય એમ નથી. પણ લખાણ પરથી સ્પષ્ટ થાય છે કે, તે આ વિસ્તારમાં વધારે કંઈક મોટું કરવાના પ્લાનિંગમાં હતો. વધારે કંઈક ભડકાવવાનું પ્લાાનિંગ કરી રહ્યો હતો. જેથી લોકોનું ધ્યાન આ હત્યા પરથી ખસી જાય. આરોપીએ પોતાના નિવેદનમાં ભાજપ, બજરંગ દળ અને સંઘનો પણ ઉલ્લેખ કર્યો છે. હાલમાં તો પોલીસે એની ધરપકડ કરી લીધી છે. મૃતક સની એક બેંકમાં કામ કરતો હતો. એના ઘરથી નજીક છરીથી હુમલો કરીને એની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે ખજાંચી હાટ પોલીસ સ્ટેશનમાં હત્યા સંબંધીત ફરિયાદ નોંધવામાં આવી છે.

મૃતકની માતાએ કહ્યું કે, 13 સપ્ટેમ્બરની સાંજે એનો પરિવાર ઘરમાં છઠ્ઠીનો પ્રસંગ ઉજળી રહ્યો હતો. રાત્રીના સમયે જામા મસ્જીદ પાસે આવેલી એક ગલીમાં રહેતા મોહમ્મદ લાડલાએ દીકરાને બોલાવ્યો હતો. આરોપીએ સની સાથે વાતચીત કરી હતી. પછી તે ત્યાંથી ભાગી ગયો અને પોતાના બીજા મિત્રોને લઈને આવ્યો હતો. પછી તમાશો કરવા લાગ્યો હતો. જ્યારે સનીએ એમને શાંતિથી સમજાવ્યો ત્યારે નશામાં મસ્ત બનેલા આરોપીએ છરીના ઘા મારવાના શરૂ કરી દીધા પછી ફરાર થઈ ગયા હતા. તાત્કાલિક સનીને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં એમનું મોત થયું હતું. ગુનો નોંધાયો એ પછીના એક અઠવાડિયામાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp