અમદાવાદમાં વસતા બાંગ્લાદેશીઓ સામે પોલીસ કાર્યવાહી થઈ શકે છે

PC: youtube.com

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. કારણકે ચંડોળા તળાવ વિસ્તારમાં DCP ઝોન 6 દ્વારા 300 પોલીસ કર્મચારીના કાફલા સાથે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ બાબતે મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા માત્ર આ એક જ વિસ્તારમાં નહીં પણ ઝોન 6મા આવતા બીજા વિસ્તારોમાં પણ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે સૌપ્રથમ ઇસનપુર પોલીસ મથકની હદમાં આવતા નિલગિરીના છાપરા વિસ્તાર અને ચંદોડા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન પોલીસના જવાનોએ આ વિસ્તારમાં વસતા બાંગ્લાદેશીઓના ઘરે ઘરે જઇને તપાસ શરૂ હતી. આ વિસ્તારમાં વસતા લોકોમાં કોઈ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલો છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત આ વિસ્તારમાં વસતા લોકોના તમામ દસ્તાવેજોની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તેઓ કેટલા સમયથી અને કેટલા સભ્યો સાથે અહીં રહે છે તે બાબતે પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ કોમ્બિંગમાં કોઈ પણ બાંગ્લાદેશી શંકાસ્પદ જણાશે તો પોલીસ દ્વારા તાત્કાલિક તેની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે. આ કાર્યવાહી દરમિયાન અગાઉ ગુનાહિત પ્રવૃતિ કરવાના કારણે પોલીસના હાથે ઝડપાયેલા આરોપીના નામની યાદી પણ સાથે રાખવામા આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp