લાલુ અને તેજસ્વીને મળ્યા પછી ગ્રેજ્યુએટ ચાયવાલીને લારી પાછી મળી, બુલડોઝર ફરેલું

PC: thebegusarai.in/bihar

બિહારની જાણીતી ગ્રેજ્યુએટ ચાયવાલીની લારી પાલિકાએ અતિક્રમણને કારણે હટાવી દીધી હતી તો આ યુવતીએ બિહારના ડેપ્યૂટી CM તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ યાદવની મુલાકાત કરીને ચાનો સ્ટોલ પરત મેળવવા માટે વિનંતી કરી હતી. તેજસ્વીની ભલામણથી પાલિકાએ પ્રિયંકાને તેની ચાની લારી પાછી આપી દીધી હતી અને ફરી ચાયવાલીનો બિઝનેસ શરૂ થઇ ગયો છે. પ્રિયંકાએ કહ્યુ કે, હું ખુશ છું.

ગ્રેજ્યુએટ ચાયવાલીના નામથી જાણીતી બનેલી પટનાની  પ્રિયંકા ગુપ્તાએ ફરી એકવાર પોતાનો ચાનો સ્ટોલ મેળવ્યો  છે. હકીકતમાં, મહાનગરપાલિકાએ તાજેતરમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ હેઠળ બુલડોઝર ચલાવતા પ્રિયંકાનો સ્ટોલ જપ્ત કર્યો હતો. આ પછી પ્રિયંકા બિહારના ડેપ્યુટી CM તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ યાદવને મળવા પહોંચી હતી. બંનેને મળ્યા બાદ, તેજસ્વી યાદવની પહેલ પર, પટના મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રિયંકાને ચાની લારી પાછી આપી દીધી છે.

પ્રિયંકાએ કહ્યુ કે ડેપ્યુટી CM તેજસ્વી યાદવની પહેલ પર તેમને તેમનો ચા સ્ટોલ પાછો મળી ગયો છે.  ગ્રેજ્યુએટ ચાયવાલી એટલે કે પ્રિયંકા ગુપ્તા બિહાર રાજ્યના પૂર્ણિયા જિલ્લાની છે. તેણે મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ, વારાણસીમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. સરકારી નોકરીની તૈયારી કર્યા બાદ પણ જ્યારે તેને નોકરી ન મળી ત્યારે પ્રિયંકાએ ચાનો સ્ટોલ લગાવ્યો હતો.

જ્યારે પ્રિયંકાએ તેનું ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી તેનો પોતાના ચાનો સ્ટોલ શરૂ કર્યો ત્યારે,તેણે લોકોને ખૂબ પ્રભાવિત કર્યા. આ જ કારણ છે કે સાઉથ ફિલ્મના સુપરસ્ટાર વિજય દેવરાકોંડા અને ભોજપુરી ફિલ્મ સ્ટાર અક્ષરા સિંહ પણ પ્રિયંકાની દુકાન ગ્રેજ્યુએટ ચાયવાલી પર ચા પીવા પહોંચ્યા હતા જેને કારણે પ્રિયંકા ચર્ચામાં આવી હતી. જો કે, અતિક્રમણ હટાવો ઝુંબેશ પછી, પટના મ્યુનિસિપલ કોર્પોરેશને તેમની સામે પણ કાર્યવાહી કરી હતી.

ત્યારબાદ પ્રિયંકાએ જણાવ્યું કે તેણે અધિકારીઓને થોડો સમય આપવાની અપીલ કરી હતી જેથી કરીને તે પૈસા ભેગા કરી શકે અને તેમની દુકાન લઈ શકે, પરંતુ તેમ છતાં તેમનો સ્ટોલ હટાવી દેવામાં આવ્યો. તેણે કહ્યું કે લોકો કહે છે કે ગ્રેજ્યુએટ ચાવાળી મહિને 3 લાખ રૂપિયા કમાય છે, પરંતુ તે મુજબ ખર્ચ પણ નોંધપાત્ર છે. પ્રિયંકાએ કહ્યું કે હું મહિને ત્રણ લાખ રૂપિયા કમાતી નથી, કારણ કે માર્કેટ ડાઉન થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp