શૈલેશ લોઢા બાદ ટપ્પુએ પણ શો છોડ્યો, અફવા સત્ય સાબિત થઇ

PC: koimoi.com

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો ઘણા વર્ષોથી દર્શકોને એન્ટરટેઇન કરતો આવી રહ્યો છે. ત્યારથી ઘણા એક્ટરો શો સાથે જોડાયા અને કેટલાક એક્ટરો ચાલ્યા ગયા. હવે આ લિસ્ટમાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ટપ્પુ એટલે કે, રાજ અનડકટનું નામ પણ જોડાઇ ગયું છે. રાજ અનડકટને લઇને આવેલી આ ખબરે શોના ફેન્સને મોટો ઝાટકો આપ્યો છે.

પાછલા ઘણા વખતથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, રાજ અનડકટ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહવાનો છે. પણ દર વખતે તે આ ખબરોને અફવાહ કરાર કરી દેતો હતો. જોકે, આ વખતે ટપ્પુએ પોતે સોશિયલ મીડિયા પર શોના છોડવાનું એલાન કર્યું છે. પોસ્ટ શેર કરતી વખતે રાજ અનડકટ લખે છે કે, સમય આવી ગયો છે કે, જ્યારે, દરેકની અટકળો અને સવાલો પર વિરામ લાગાવી દેવો જોઇએ. ઓફિશિયલી નીલ ટેલીફિલ્મ્સ અને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની સાથે મારું કોન્ટ્રાક્ટ ખતમ થાય છે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ વિશે આગળ વાત કરતા તે લખે છે કે, હું ત્યાં ઘણું બધું શીખ્યો છું, મિત્રો બનાવ્યા છે. આ કરિયરના સૌથી સારા વર્ષો હતા. હું એ દરેક લોકોનો આભાર માનવા માનું છું, જેમણે મને આ જર્નિમાં સાથ આપ્યો. તારક મેહતા શોની આખી ટીમ, મારા મિત્ર, ફેમેલી અ તમે દરેક લોકોનો આભાર. તમે દરેક લોકોએ મને ટપ્પુના રૂપમાં અપનાવ્યો, પ્રેમ આપ્યો. તમારા આ સપોર્ટના કારણે મને સારું કામ કરવાની હિમ્મત મળતી રહી. તારક મેહતાની આખી ટીમ અને શોને ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ.

થોડા મહિના પહેલા રાજ અનડકટે રણવીર સિંહ સાથે એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો દ્વારા તેણે કહ્યું હતું કે, તેનું ઘણા વર્ષો જુનું સપનું પુરુ થઇ ગયું. જોકે, તે સપનું કયું હતું, તેના વિશે તેણે કોઇ જાણકારી શેર ન હોતી કરી. જ્યારે, હવે રાજે કહ્યું છે કે, તે જલ્દીથી જ કોઇ નવા માધ્યમથી લોકોને એન્ટરટેઇન કરતો દેખાશે.

રાજ અનડકટ પહેલા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’શોમાં ટપ્પુનું પાત્ર ભવ્ય ગાંધી ભજવી રહ્યો હતો. ભવ્યના ગયા બાદ 2017માં રાજ અનડકટ શો સાથે જોડાયો હતો. ટપ્પુના પાત્રમાં રાજે લોકોનો ખૂબ પ્રેમ મેળવ્યો અને દરેકનો ફેવરેટ બની ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp