અમદાવાદ સાયબર ક્રાઈમે RTOમાં ચાલતા નકલી લાઇસન્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો

PC: thgim.com

કહેવાય છે કે, હવે અમદાવાદ RTOની અંદર હવે એજન્ટ રાજ પૂરું થઇ ગયું છે. પરંતુ અમદાવાદ RTOમાં એજન્ટ રાજ ખતમ નથી થયું. પણ એજન્ટો હવે RTOની કમ્પ્યુટર સિસ્ટમ સુધી પહોંચી ગયા છે અને તે સિસ્ટમ સાથે ચેડા કરીને તેઓ કેટલાક લોકોના નકલી લાયસન્સ પણ ઇશ્યૂ કરી રહ્યા છે. સાથે સાથે તેમના નાના-મોટા કામ ગેરકાયદેસર રીતે કરી રહ્યા છે. ત્યારે આવા એજન્ટોને પકડવામાં અમદાવાદ સાઇબર ક્રાઇમને મોટી સફળતા મળી છે.

એક રિપોર્ટ અનુસાર, કેટલાક ઈસમો ભેગા મળીને પહેલા RTOની સાઈટ પર જઈને લાયસન્સ ઇશ્યૂ કરવા માટેના ID પાસવર્ડ હેક કરીને અલગ અલગ વાહનચાલકોના લાઈસન્સ ઇશ્યૂ કરતા હતા. આ એજન્ટો RTOના કમ્પ્યુટરના ID પાસવર્ડ જાણવા માટે તેમાં એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતા હતા અને આ સોફ્ટવેરની મદદથી તેઓ રજાના દિવસે તેમના કામોને પૂરા કરતા હતા. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમને જાણ થતાં સાઇબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સાઇબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા આ કૌભાંડ સાથે સંડોવાયેલા ચાર એજન્ટોની ધરપકડ કરવામાં આવી હતી. આ એજન્ટો દ્વારા RTOની સાઈટના ID પાસવર્ડ હેક કરીને 100 કરતાં પણ વધુ લાયસન્સ ઇશ્યૂ કર્યા હોવાની વાત સાયબર ક્રાઈમને જાણવા મળી છે. 

સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરીને જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આરોપી દ્વારા વધુ કોઈ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા છે કે, કેમ અને તેઓ કેટલા સમયથી આ પ્રકારે ID પાસવર્ડ હેક કરીને RTOની સિસ્ટમ સાથે ચેડા કરીને તેમના ગેરકાયદેસર કામને પૂરા કરી રહ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp