જાહેરાતમાં કન્યાદાન પર સવાલ કરાતા આલિયા ભટ્ટ પર ભડક્યા યુઝર્સ, કહી આ વાત

PC: timesofindia

તાજેતરમાં જ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને કમલા પસંદની જાહેરાત કરી હતી. જેના પર યુઝર્સે અનેક પ્રશ્નો ઊઠાવ્યા હતા. આ વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં, માન્યવરની જાહેરાત વિવાદમાં આવી ચુકી છે. આ જાહેરાતમાં આલિયા ભટ્ટને દુલ્હનના ડ્રેસમાં દેખાડવામાં આવી છે અને કન્યાદાનની પરંપરા પર સવાલ ઊઠાવવામાં આવ્યા છે. હિન્દુ સંસ્કૃતિ અનુસાર, કન્યાદાનને સૌથી મોટું દાન માનવામાં આવ્યું છે. 

સોશિયલ મીડિયા પર આ જાહેરાત વાયરલ થતા લોકોનો ગુસ્સો એકાએક સાતમા આસમાને પહોંચી ગયો છે. લોકોએ આ જાહેરાતને ફેક ફેમિનિઝમ કહી દીધી છે. એક યુઝરે એવું લખ્યું હતું કે, રીત રિવાજને સમજ્યા વગર ખોટી રીતે રજૂ કરવા, ટિપ્પણીઓ કરવાનો કોઈને અધિકાર નથી. આ જાહેરાત પર પ્રતિબંધ મુકી દેવો જોઈએ. એક યુઝરે એવું કહ્યું કે, પહેલા હિન્દુઓના તહેવારને ટાર્ગેટ કરવામાં આવતા હતા. હવે આપણી પ્રથા અને રીતરિવાજ છે જે પ્રચાર, સસ્તા પીઆર અને જાહેરાતનું લક્ષ્ય છે. હવે બહું થઈ ગયું. આની પર પ્રતિબંધ મુકી દેવો જોઈએ. અન્ય એક યુઝરે એવું કહ્યું કે, હિન્દુ તમામ લોકો માટે હવે ટાર્ગેટ બની ચુક્યા છે. આ જાહેરાત બાદ આલિયા ભટ્ટને પણ ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે ત્યાં સુધી લખ્યું હતું કે, મને એક વાત સમજાતી નથી કે, આ લોકો હિન્દુ ધર્મના રિવાજને શા માટે બદલવા માગે છે. બાકીના ધર્મ ઉપર પણ ધ્યાન આપો. પણ આ જાહેરાત બાદ આલિયા ભટ્ટ પર અનેક યુઝર્સે પ્રશ્નો ઊઠાવ્યા છે.

આ જાહેરાતમાં જોઈ શકાય છે કે, આલિયા પોતાના ભાવિ પતિ સાથે મંડપમાં બેઠી છે. આ સાથે તે પોતાના એક એક પલને યાદ કરી રહી છે. આ ઉપરાંત તે પોતાના પરિવાર વિશે વાત કહી રહી છે કે, દીકરી પારકી મુડી કેવી રીતે કહેવાય? એના પરિવારે અહેસાસ અપાવ્યો કે, તે પારકું ઘન છે. પણ મનોમન તે વિચાર છે કે, શું દીકરી દાન કરવા જેવી વસ્તું છે? માત્ર કન્યાદાન જ કેમ, નવો વિચાર કન્યામાન. જોકે, આ જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થતા આલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp