અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના નેતાઓને આપ્યું અલ્ટિમેટમ

PC: facebook.com/alpeshthakorektamanch

થોડા દિવસ પહેલા જ લોકસભા ચૂંટણી ન લડવાની વાત કરનાર રાધનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોરે યુ-ટર્ન માર્યાની વાત સામે આવી રહી છે. હવે અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી લડવી છે, તેવી વાત સામે આવી રહી છે. રિપોર્ટ મુજબ થોડા દિવસ પહેલા લોકસભા લડવાની ઇચ્છા નથી કહેનાર અલ્પેશ ગુજરાતના કોંગ્રેસના નેતાઓ અને હાઇકમાન્ડને ટિકિટની માગણી કરી રહ્યો છે અને બ્લેકમેઇલ પણ કરી રહ્યો છે.

કોંગ્રેસના સૂત્રો મુજબ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના નેતાઓને અલ્ટિમેટમ પણ આપી દીધું છે અને કહ્યું છે કે, જો તેને લોકસભા ચૂંટણી માટે ટિકિટ ન મળી તો જોયા જેવી થશે. એવું પણ કહેવાય છે કે, અલ્પેશ ઠાકોરની આ માગણીને લઇને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ ગુજરાતના અધ્યક્ષ અમિત ચાવડા દિલ્હી જઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળે તેવી પણ વાત સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોરને ટિકિટ આપવાની છે, તેવી વાત સામે આવી છે, તેનાથી અલ્પેશ ઠાકોર નારાજ છે અને તેને પણ હવે લોકસભા ચૂંટણી લડવી છે. એટલે તેઓ કોંગ્રેસના નેતાઓ પર પ્રેશર નાખી રહ્યા છે.

આ સિવાય એવું પણ કહેવાય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને લોકસભાની ટિકિટ મળવાની છે, તેવી વાત સામે આવતા અલ્પેશને પણ સાંસદ બનવાના અભરખા જાગ્યા છે અને તેને હવે ફક્ત ધારાસભ્ય નથી રહેવું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp