સરકારે 22 AIIMSનો વાયદો કર્યો હતો, જાણો કેટલા પૂરા અને કેટલા અધૂરા

PC: indiatoday.com

દેશની સ્વાસ્થ્ય પ્રણાલીમાં AIIMS એક સક્રિયા ભૂમિકા અદા કરે છે અને સારી મેડિકલ સુવિધા આપવાના મામલામાં તેને આગળ માનવામાં આવે છે. એવામાં દરેક સરકાર પોતાના મેનિફેસ્ટોમાં AIIMSની સ્થાપના કરવાનો વાયદો કરે છે. મોદી સરકાર તરફથી પણ AIIMSને લઇ ઘણી જાહેરાતો કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી મોદીનું આ મિશન છે કે દરેક રાજ્યામાં એક AIIMS હોવી જોઇએ. હાલમાં સરકાર 22 નવી AIIMS બનાવવા પર ભાર આપી રહી છે. દાવો કરવામાં આવ્યો કે કામ ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે અને નક્કી સમય પર દેશને નવી AIIMS મળી જશે.

આ સરકારી દાવાની વચ્ચે એક ન્યૂઝ ચેનલે RTI ફાઇલ કરી. જાણવાનો પ્રયાસ કર્યો કે દેશમાં કુલ કેટલી AIIMS સક્રિય છે. સાથે જ 2014 પછીથી સરકાર દ્વારા કેટલી AIIMSની જાહેરાત કરવામાં આવી છે. આ જ RTI દ્વારા તે AIIMSની પ્રગતિની રિપોર્ટ પણ જાણવામાં આવી. હવે સરકાર દ્વારા આ સવાલોનો જવાબ આપવામાં આવ્યો છે. જણાવવામાં આવ્યું કે 22 નવી AIIMS બનાવવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો ભોપાલ, ભુવનેશ્વર, જોધપુર, પટના, રાયપુર અને ઋષિકેશમાં 2021થી જ AIIMS સક્રિય રીતે કામ કરી રહી છે.

જે નવી AIIMS સરકાર દ્વારા બનાવવામાં આવશે, તેનું કામ આ વર્ષે જૂનથી ઓક્ટોબરની વચ્ચે પૂરુ થવાનું છે.

AIIMS નાગપુરઃ

150 એકર જમીન પર બનાવવામાં આવી રહેલી આ AIIMSનું કામ આ વર્ષે ઓગસ્ટમાં પૂરુ થવાની વાત કરવામાં આવી રહી છે. હાલમાં ત્યાં ઓપીડી અને આઇસીયૂને સક્રિય કરી દેવામાં આવ્યા છે. જો આઈપીડીને ઓગસ્ટ સુધીમાં શરૂ કરવાની તૈયારી છે. પહેલા સ્ટેજનું 99 ટકા કામ પૂરુ થઇ ચૂક્યું છે. તો બીજા સ્ટેજનું કામ પણ 91 ટકા થઇ ગયું છે. આ AIIMS બનાવવામાં 950 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.

AIIMS કલ્યાણી(પશ્ચિમ બંગાળ)

આનું કામ ચાલી રહ્યું છે. અમુક બિલ્ડિંગનું કામ પૂરુ થઇ ગયું છે પણ ઘણું નિર્માણ કામ અધૂરું છે. અહીં ઓપીડી સર્વિસ ચાલું કરી દેવામાં આવી છે પણ સીમિત દર્દીઓની જ સારવાર થાય છે. પહેલા સ્ટેજનું 94  ટકા કામ પૂરુ થઇ ગયું છે અને બીજા સ્ટેજનું 88 ટકા જ કામ થયું છે.

AIIMS મંગલાગિરી(આંધ્ર પ્રદેશ)

2018માં આનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પણ ત્યારે સરકારે સિદ્ધાર્થ મેડિકલ કોલેજ, વિજયવાડામાં તેની સર્વિસ આપવામાં આવી રહી હતી. ત્યાર બાદ 2019માં મંગલાગિરીના કેમ્પસમાં ઓપીડીની સેવા શરૂ કરવામાં આવી હતી. તો કોરોના કાળમાં દર્દીઓ માટે 2020ની શરૂઆતમાં સીમિત આઇપીડી સેવા શરૂ કરાઇ.

AIIMS ગોરખપુર(ઉત્તર પ્રદેશ)

24 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રી મોદીએ આ AIIMSનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. હાલમાં આનું 85.3 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. ઘણી ઓપીડી સેવાઓ પણ સક્રિયા રીતે કામ કરી રહી છે. આ એમ્સ પછી ગંભીર દર્દીઓને કરત લખનૌ લઇ જવાની જરૂર પડતી નથી. તેમનું અહીંની જ AIIMSમાં સારવાર થઇ જાય છે.

આ ઉપરાંત પંજાબના ભઠિંડામાં સ્થાપિત AIIMSનું 78 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. જ્યાં 60 ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. જોકે, અહીં 200 ડૉક્ટરોની જરૂર છે. અહીંનું નિર્માણ કામ ધીમું છે.

હિમાચલ પ્રદેશની AIIMS બિલાસપુરનું કામ ચાલી રહ્યું છે. અહીં ઓપીડી સેવા શરૂ કરી દેવામાં આ છે. અહીં કાર્યપાલક ડિરેક્ટર અને 3 એકેડેમિક અને એમએસની નિમણૂક કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp