અંબાલાલ પટેલની ફરી માવઠાની આગાહી, આ 3 દિવસ સુધી કમોસમી વરસાદ પડશે

PC: news18.com

છેલ્લાં કેટલાંક દિવસોથ કમોસમી વરસાદને કારણે ખેડુતોને નુકશાનીની કડ વળી નથી ત્યાં હજુ 3 દિવસ માવઠા રહેવાની આગાહીને કારણે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 માર્ચ, 27 માર્ચ અને 28 માર્ચ એમ 3 દિવસ કમોસમી વરસાદ પડશે. ખેડુતોને માવઠાને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું છે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એક મહિના અગાઉ માર્ચ મહિનામાં માવઠાની આગાહી કરી હતી અને એ સાચી પડી હતી. માર્ચ મહિનામાં કમોસમી વરસાદે આખા રાજ્યમાં રમણ ભ્રમણ કરી નાંખ્યું છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતનો ભાગ્યેજ કોઇ વિસ્તાર હશે જ્યાં કમોસમી વરસાદ ન પડ્યો હોય. હવે અંબાલાલ પટેલે ફરી 26થી 28 માર્ચે માવઠાની આગાહી કરી છે. સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતમાં છેલ્લાં એક વર્ષથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાંક શહેરોમાં તો ચોમાસામાં પડે તેવો વરસાદ પડ્યો હતો.

જો કે હવામાન વિભાગની આગાહી તો એવી છે કે આગામી 4 દિવસ હવામાન સુકુ રહેશે. જો કે સાથે હવામાન વિભાગનું એ પણ માનવું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન હજુ આવી શકે અને 29 માર્ચે ફરી વાદળો આવવાની શક્યતા છે.

તો બીજી તરફ અંબાલાલ પટેલનું કહેવું એમ છે કે અરબી સમુદ્ધ તરફનો ભેજ ગુજરાત તરફ આવશે, દરિયામાં મોજાના ઉછાળા આવશે અને ભારે પવન ફુંકાશે. આ બધાની અસરને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં હળવું માવઠું રહેવાની શક્યતા છે.

અંબાલાલ પટેલનું એમ પણ કહેવું છે કે આ માવઠું માત્ર માર્ચ મહિના પુરતુ જ રહેશે એવું નથી, એપ્રિલ મહિનામા પણ કમોસમી વરસાદ પડશે. તેમણે કહ્યું છે કે, એપ્રિલના પહેલા સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ- સૌરાષ્ટ્રમાં માવઠું રહેશે. મહિનામાં પવનના સુસવાટા વધશે અને 20 એપ્રિલ પછી ગરમી વધશે. અમુક વિસ્તારોમા તો  45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે.

ભર ઉનાળાની સિઝનમાં આ વખતે કમોસમી વરસાદને કારણે ખેડુતોના અનેક પાકને નુકશાન થયું છે. બનાસકાંઠાના ખેડુતોને કમોસમી વરસાદ પછી ખેતરમાં ઇયળનો ઉપદ્રવ વધી ગયો છે અને ઇયળને કારણે લાખો રૂપિયાના નુકશાનનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp