અમદાવાદમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરફેરનો થયો પર્દાફાશ

PC: dainikbhaskar.com

કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ લોક ડાઉનલોડ કડકપણે પાલન કરવામાં આવી રહ્યું છે અને પોલીસ તંત્ર લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરી રહ્યું છે. બીજી તરફ અમદાવાદમાં કોરોના વાયરસના સતત વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવ્યો છે, જેના કારણે વાહન લઇને નીકળતા લોકોના વાહનને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવે છે. તો બીજી તરફ ઇમરજન્સી ઉપયોગમાં આવતા અને દૂધ, શાકભાજીના વાહનોને છૂટછાટ આપવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં પણ બુટલેગરો એનકેન પ્રકારે દારૂની હેરફેર કરી રહ્યા છે. એક તરફ કોરોના વાયરસની સામે તંત્ર લડી રહ્યું છે, તો બીજી તરફ બુટલેગરો પોતાના હિત માટે કંઈપણ કરવા માટે તૈયાર છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદ પોલીસે બે બુટલેગરોની એમ્બ્યુલન્સમાં દારુની હેરફેર કરતા ઝડપી પાડયા હતા. નરોડા પોલીસ સ્ટેશનના PSI મોદી અને તેમના સ્ટાફ લોકડાઉનનું પાલન કરવા માટે ચિલોડા પાસે વાહન ચેકિંગ કરતા હતા. તે દરમિયાન તેમને બાતમીદારો પાસેથી એવી બાતમી મળી હતી કે, કેટલાક ઇસમો દારૂની હેરફેર કરવાના છે ત્યારે PSI મોદીના સ્ટાફે કડકાઈથી વાહન ચેકીંગ કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ જ્યારે રસ્તા પરથી આવતી એમ્બ્યુલન્સ પર પોલીસને શંકા જતાં તેમને એમ્બુલન્સ રોકી તેમાં ચેકિંગ કરતા એમ્બ્યુલન્સમાંથી ડ્રાઇવરના પગની સાઈડ પરથી એક દારૂ ભરેલો થેલો મળી આવ્યો હતો. આ થેલામાંથી પોલીસને 22 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઇવર મનીષ ઠાકોર અને તેની સાથે રહેલા લલિત રાજપૂત નામના ઈસમને ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ્યારે અમદાવાદ શહેરને સેનિટાઇઝ કરવામાં આવતો હતો ત્યારે પણ બે ઈસમોએ પોતાની બાઈક પર સેમિટાઇઝ સેવાનું બોર્ડ લગાવીને દારૂની હેરફેર કરવાનું શરૂ કર્યું હતું પરંતુ પોલીસની કડક કાર્યવાહીના કારણે બંને દારૂની હેરફેર કરવામાં નિષ્ફળ ગયા હતા અને પોલીસે બાઇક અને દારૂના મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp