23 એપ્રિલે મતદારો માટે અમદાવાદ આરોગ્ય વિભાગે કરી આ ખાસ વ્યવસ્થા

PC: ndtv.com

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને લઇને તંત્ર સજ્જ થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં પડતી ગરમીના કારણે મતદારોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. સતત વધી રહેલી ગરમીના કારણે મતદાનના દિવસે કોઈ પણ મતદારની તબિયત લથડે નહીં, તે માટે તમામ પોલિંગ બૂથ પર પાણી, ORS અને મેડિકલ કીટ રાખવામાં આવશે.

અમદાવાદમાં 43 ડિગ્રીની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્બારા તમામ સાધનોથી સજ્જ એક મેડિકલ વાન અને 1000 વધારે આરોગ્ય વિભાગના કર્મીઓને 23 તારીખે કામે લગાડવામાં આવશે. અમદાવાદમાં દરેક પોલિંગ બૂથ પર મેડિકલ કીટ રાખવામાં આવશે. જેના કારણે ગરમીના કારણે કોઈ પણ મતદાતાની તબિયત લથડે તો તેને તાત્કાલિક સ્થળ પર જ સારવાર આપી શકાશે. આ ઉપરાંત દિવ્યાંગ લોકો કોઈ પણ પ્રકારની તકલીફ વગર મતદાન કરી શકે તે માટે તેમના માટે દરેક પોલિંગ બુથ વ્હીલચેરની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગના આધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દરેક સેન્ટર પર ORS સોલ્યુશન અને ORS પેકેટ્સ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જે પોલિંગ સ્ટેશન પર મેડિકલ કીટ આપવાની વ્યસ્થા કરવામાં આવી છે, ત્યાં પણ ORSના પેકેટ્સ રાખવામાં આવશે. આમ કંઈ પણ જણાય તો તેને સારવાર આપવાની કામગીરી અને પેશન્ટ ક્રિટીકલ હોય તો તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર મળી જાય તે પ્રકારની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp