#RafaleVerdict: રાહુલ ગાંધી દેશની માફી માંગે: અમિત શાહ

PC: catchnews.com

રાફેલ સોદા મુદ્દે સુપ્રીમ કોર્ટ તરફથી કોંગ્રેસનો મોટો ફટકો પડ્યો છે. રાફેલ સોદામાં દેશની સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને ક્લીનચીટ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગાઇના જણાવ્યા અનુસાર, રાફલે સોદામાં કોઇ પણ પ્રકારની શંકાને સ્થાન નથી.

આ મુદ્દે રાહુલ ગાંધી સહિત વિપક્ષ દ્વારા અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવાનો સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો. તેવામાં સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટીસ રંજન ગોગાઇની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની ખંડપીઠે શુક્રવારે રાફેલ મુદ્દે સરકારની તરફેણમાં ચૂકાદો આપ્યો છે.

આ અંગે પત્રકાર પરિષદ સંબોધતા ભાજપ અધ્યક્ષે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીમાં રાજકિય લાભ લેવા માટે રાફેલ ડિલ મુદ્દે ભ્રમ ફેલાવ્યો હતો. કોર્ટે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાંખ્યું. રાહુલને રાફેલની જાણકારી ક્યાંથી મળી તે દેશને બતાવું જોઈએ. સુપ્રીમ કોર્ટના નિર્ણયે કોંગ્રેસની અસત્યની રાજનિતીને તમાચો માર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, રાહુલ ગાંધી દેશની સુરક્ષા સાથે રમત રમી રહ્યાં છે. તેમણે કોંગ્રેસ સહિત વિપક્ષ પર કટાક્ષ કરતા જણાવ્યું કે, તમામ ચોર એકઠા થઈને ચોકીદારને ચોર બનાવવા મથે છે. રાહુલ ગાંધીએ દેશના નાગરિક અને સેનાની માફી માંગવી જોઈએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp