સરકારે પ્રામાણિક કરદાતાઓને સક્ષમ બનાવવા કેટલાક સીમાચિહ્નરૂપ નિર્ણયો લીધા છેઃ શાહ

PC: twitter.com/AmitShah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નવા ભારતના નિર્માણ માટે ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ’ (પારદર્શક કરવ્યવસ્થા – પ્રામાણિક કરદાતાઓનું સન્માન) પ્લેટફોર્મ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ટ્વીટમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણાંમંત્રી નિર્મલા સીતારામણે સ્વતંત્રતા દિવસ અગાઉ આપણા કરદાતાઓને ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ’ની ભેટ આપી છે.

અમિત શાહે ઉલ્લેખ કર્યો હતો કે, કરવેરાની ફેસલેસ આકારણી, ફેસલેસ અપીલ અને કરદાતા અધિકારપત્ર જેવા સુધારા સાથે આ પ્લેટફોર્મ આપણી કરવેરા વ્યવસ્થાને વધારે મજબૂત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, મોદી સરકારે પ્રામાણિક કરદાતાઓને સક્ષમ બનાવવા અને એમનું સન્માન કરવા કેટલાંક સીમાચિહ્નરૂપ નિર્ણયો લીધા છે. પ્રામાણિક કરદાતાઓ ભારતની પ્રગતિ અને વિકાસની કરોડરજ્જુ સમાન છે. આ પ્લેટફોર્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘લઘુતમ સરકાર, મહત્તમ શાસન’નો સંકલ્પ પૂર્ણ કરવાની દિશામાં એક વધુ પગલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp